Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad ની નારોલ પોલીસનો મોટો સપાટો, સ્કોર્પિયોમાંથી 1798 કફ સિરપની બોટલ સાથે 2 ઝડપાયા

Ahmedabad શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને કફ સિરપના મોટા જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 17 Sep 2026 08:17 AM IST
Ahmedabad ની નારોલ પોલીસનો મોટો સપાટો, સ્કોર્પિયોમાંથી 1798 કફ સિરપની બોટલ સાથે 2 ઝડપાયાAhmedabad ની નારોલ પોલીસનો મોટો સપાટો, સ્કોર્પિયોમાંથી 1798 કફ સિરપની બોટલ સાથે 2 ઝડપાયા

Ahmedabad Narol Police

Ahmedabad : પોલીસના જણાવ્યા મુજબ, મહેન્દ્રા કોટક બેંકની ગલીમાંથી કાળા રંગની મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાં CADIFOS-T બ્રાન્ડની કુલ 1,798 બોટલ મળી આવી હતી. આ જથ્થો કુલ 179.80 કિલોગ્રામ હોવાનું જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર-2 અને નાયબ પોલીસ કમિશનર ઝોન-6ની સૂચના હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. મદદનીશ પોલીસ કમિશનર ‘કે’ ડિવિઝનના સુપરવિઝન હેઠળ નારોલ પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.

દાણીલીમડાના બે શખ્સો નારોલમાં ઝડપાયા

પોલીસે નવાઝહુસેન મુકદસહુસેન શેખ, ઉંમર 23 વર્ષ, રહે. દાણીલીમડા અને સરવરખાન બિસ્મિલ્લાહખાન પઠાણ, ઉંમર 26 વર્ષ, રહે. દાણીલીમડાને ઝડપી પાડ્યા હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને આરોપીઓ પાસેથી CADIFOS-T બ્રાન્ડની 1798 બોટલ કબજે કરવામાં આવી છે.

કફ સિરપના જથ્થાની કિંમત રૂ. 21,15,347 હોવાનું પોલીસની વિગતમાં દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કાળા રંગની મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી, જેની કિંમત અંદાજે રૂ. 5 લાખ, તેમજ ત્રણ મોબાઈલ ફોન, જેની કિંમત અંદાજે રૂ. 60 હજાર ગણવામાં આવી છે, તે પણ કબજે કરવામાં આવ્યા છે. આમ કુલ મુદ્દામાલની કિંમત રૂ. 26,75,347 હોવાનું જણાવાયું છે.

કફ સિરપની 1798 બોટલ મળી

આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં NDPS Actની કલમ 8(C), 21(C) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસને કોમર્શિયલ ક્વોન્ટિટી સંબંધિત કેસ તરીકે નોંધ્યો હોવાનું જણાવાયું છે. પોલીસની વિગતો મુજબ, આરોપી નવાઝહુસેન વિરુદ્ધ અગાઉ દાણીલીમડા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.

જ્યારે સરવરખાન વિરુદ્ધ પણ અગાઉ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ.વી. લુવા સહિત નારોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે કબજે કરાયેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો તપાસવામાં આવી રહી છે.

આ પણ વાંચો : PM Narendra Modi Birthday : વિશ્વ ઉમિયાધામમાં પ્રજ્વલિત થયો ‘આશીર્વાદનો દીવો’, PM મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે