Get News Alerts

Never miss breaking news updates.

PM Narendra Modi Birthday : વિશ્વ ઉમિયાધામમાં પ્રજ્વલિત થયો ‘આશીર્વાદનો દીવો’, PM મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

PM Narendra Modi Birthday : અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek ShahUpdated on: 17 Sep 2026 07:59 AM IST
PM Narendra Modi Birthday : વિશ્વ ઉમિયાધામમાં પ્રજ્વલિત થયો ‘આશીર્વાદનો દીવો’, PM મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈPM Narendra Modi Birthday : વિશ્વ ઉમિયાધામમાં પ્રજ્વલિત થયો ‘આશીર્વાદનો દીવો’, PM મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

PM Narendra Modi Birthday

PM Narendra Modi Birthday : ‘આશીર્વાદનો દીવો’ નામના આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં દીપ પ્રજ્વલન, મહાઆરતી, ભજન સંધ્યા અને દેશભક્તિના કાર્યક્રમો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે 76,000 દીવા પ્રજ્વલિત કરવાના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આશીર્વાદનો દીવો પ્રગટાવી PM મોદીને શુભેચ્છા

વિશ્વ ઉમિયાધામના કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિનો સમન્વય જોવા મળ્યો હતો. સમગ્ર ભારતીય નકશા પર દીપ પ્રજ્વલિત કરીને વિશેષ દીપોત્સવ યોજાયો હતો. આ ઉપરાંત 76+76 દીકરીઓ દ્વારા સ્વમુખે ‘વંદે માતરમ્’નું ગાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ભવ્ય લોક ડાયરો અને ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર જીવનની સફર અને તેમના કાર્યકાળ સાથે જોડાયેલી પ્રેરણાદાયી રજૂઆત પણ કરવામાં આવી હતી. સાથે જ ‘સંકલ્પ – વિકસિત ભારત 2047’ના વિચારને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.

દીવડાઓથી ઝળહળી ઊઠ્યું વિશ્વ ઉમિયાધામ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ મહાઆરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલે શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્યો, કોર્પોરેટરો, દાતાશ્રીઓ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો અને સમગ્ર ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાંથી લોકો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

વડાપ્રધાન મોદીના જન્મદિવસ સાથે તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને પણ વિવિધ કાર્યક્રમોમાં ઉજવણીનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી વિવિધ સેવા અને જનસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાયેલો ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ દીપ પ્રજ્વલન, ભક્તિ, સંગીત અને દેશભક્તિની વિવિધ પ્રસ્તુતિઓ સાથે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ પણ વાંચો : Arvalli ના મેઘરજમાં હડકાયા કૂતરાનો કહેર યથાવત, છેલ્લા બે દિવસમાં 18 લોકોને બચકાં ભર્યા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે