Ahmedabad Police : દરિયાપુર મનપસંદ જુગાર કેસમાં PCB ની તવાઈ, 6 આરોપીને અલગ-અલગ જેલમાં PASA હેઠળ ધકેલાયા



Ahmedabad Police
Ahmedabad Police : દરિયાપુર મનપસંદ જુગાર કેસમાં PCB ની તવાઈ, 6 આરોપીને અલગ-અલગ જેલમાં PASA હેઠળ ધકેલાયા



Ahmedabad Police
Ahmedabad Police : સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા 3 ઓગસ્ટ 2026ના રોજ દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ સહિત જુગાર રમાડનાર અન્ય ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિર્દેશ હેઠળ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
જુગારના અડ્ડા બાદ મોટું એક્શન
પોલીસની માહિતી મુજબ, PCB અમદાવાદ શહેરની અલગ-અલગ ટીમો બનાવી ગુનાહિત ઇતિહાસ ધરાવતા મુખ્ય સૂત્રધાર સહિત તેના પાંચ સાગરીતોને અલગ-અલગ સ્થળોએથી ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ કાયદાની છટકબારીનો ગેરલાભ ન ઉઠાવી શકે તે હેતુથી તેમની સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. પોલીસે કુલ 6 આરોપીઓ સામે પાસા હુકમની બજવણી કરી તેમને રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલી આપ્યા છે.
જેમાં મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ ઉપરાંત કિશોર પઢીયાર, નારાયણ રાવલ, આનંદ ઠાકોર, વિપુલ શાહ અને નિકુંજ ઉર્ફે કાલુ ખત્રીનો સમાવેશ થાય છે.
કાયદાની છટકબારીનો લાભ ન મળે તે પહેલાં જ પોલીસનો સપાટો
પોલીસની કાર્યવાહી બાદ આરોપીઓને રાજકોટ, વડોદરા, ભુજ અને સુરતની જેલોમાં મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દ્વારા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે કડક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા તથા આવા તત્વોમાં કાયદાનો ભય જળવાઈ રહે તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
તેના અનુસંધાને PCB દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે. દરિયાપુરમાં થયેલા મૂળ જુગાર કેસ બાદ હવે PASA હેઠળ થયેલી આ કાર્યવાહીથી અમદાવાદમાં જુગારધંધા સાથે સંકળાયેલા તત્વોમાં પોલીસનો સકંજો વધુ કડક બન્યો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



