Ahmedabad : ગણપતિ મહોત્સવ પહેલા વટવા પોલીસનું મેગા કોમ્બિંગ, હિસ્ટ્રીશીટરના ઘરે જઈ પોલીસે કરી તપાસ



Ahmedabad Police
Ahmedabad : ગણપતિ મહોત્સવ પહેલા વટવા પોલીસનું મેગા કોમ્બિંગ, હિસ્ટ્રીશીટરના ઘરે જઈ પોલીસે કરી તપાસ



Ahmedabad Police
Ahmedabad : આ અંતર્ગત વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચાર માળિયા વિસ્તારમાં મધરાતે વિશેષ ‘કોમ્બિંગ નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 11 સપ્ટેમ્બર 2026ના રાત્રે 11 વાગ્યાથી તા. 12 સપ્ટેમ્બરના રાત્રે 1 વાગ્યા સુધી આ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગણપતિજીનો તહેવાર શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે મોડી રાત્રે કામગીરી શરૂ કરી
કોમ્બિંગ નાઈટ દરમિયાન ચાર માળિયા વિસ્તારના વિવિધ સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર સઘન ફૂટ પેટ્રોલિંગ અને સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પ્રોહિબિશન, જુગાર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી.
આ ઉપરાંત MCR અને હિસ્ટ્રીશીટર ઇસમોનું મધરાત્રીએ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. નાર્કોટિક્સ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો તેમજ અસામાજિક તત્વો અને મેંટર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા આરોપીઓની પણ તપાસ કરવામાં આવી હતી.
80 પોલીસ કર્મચારી આ કામગીરીમાં જોડાયા હતા
આ સમગ્ર કોમ્બિંગ કામગીરીમાં DCP ઝોન-8, 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 8 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, આશરે 80 પોલીસ કર્મચારીઓ અને 40 જેટલા હોમગાર્ડ જોડાયા હતા. જુદી જુદી ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ટેક્નોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કર્યો હતો.
કામગીરી દરમિયાન 12 બોડી-વોર્ન કેમેરા, શોલ્ડર લાઇટ, નાઈટ વિઝન ડ્રોન અને પોકેટ કોપ જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાઈટ વિઝન ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ પોઈન્ટ ઉભા કરી શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોના ભંગ બદલ જરૂરી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
સંવેદશનશીલ વિસ્તારોમાં આ કાર્યવાહી કરાઈ
પોલીસના જણાવ્યા મુજબ, આગામી ગણપતિ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકો સુરક્ષિત રીતે તહેવારની ઉજવણી કરી શકે તે માટે આવી કામગીરી મહત્વપૂર્ણ છે. નાર્કોટિક્સ જેવી બદીઓ દૂર કરવા, અસામાજિક તત્વો પર નિયંત્રણ રાખવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા વટવા પોલીસની આ કોમ્બિંગ નાઈટ હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા આવી સઘન કાર્યવાહી અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Gandhinagar ને રૂ.1848 કરોડની વિકાસ ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાતો

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





