Jamnagar News: સગીરાનું ફ્રી ફાયર ગેમથી સંપર્ક કરી કરાયું અપહરણ, આસામમાંથી 24 વર્ષીય આરોપીને ઝડપી લેવાયો


Jamnagar News
Jamnagar News: સગીરાનું ફ્રી ફાયર ગેમથી સંપર્ક કરી કરાયું અપહરણ, આસામમાંથી 24 વર્ષીય આરોપીને ઝડપી લેવાયો


Jamnagar News
Jamnagar News: ઓનલાઈન વીડિયો ગેમના માધ્યમથી સગીરા સાથે સંપર્ક કેળવી તેના અપહરણનો મામલો સામે આવ્યો છે. જામનગરની સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ, CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી આસામ રાજ્યમાંથી 24 વર્ષીય આરોપી પ્રદ્યુત કાર્તિક ચૌધરીને શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી તેના માતા-પિતાને સોંપવામાં આવી છે.
ગેમમાં વાતચીત દરમિયાન આરોપીએ સગીરાનો મોબાઈલ નંબર મેળવ્યો
મળતી માહિતી મુજબ, આરોપીએ ફ્રી ફાયર ઓનલાઇન વીડિયો ગેમના માધ્યમથી સગીરા સાથે સંપર્ક કેળવ્યો હતો. ગેમમાં વાતચીત દરમિયાન આરોપીએ સગીરાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. ત્યારબાદ ફોન દ્વારા સંપર્ક વધારી તેને લલચાવી-ફોસલાવી પોતાની સાથે લઈ ગયો હોવાનો આરોપ છે. ગત 8 ઓક્ટોબર, 2026ના રોજ જામનગરના એસટી બસ સ્ટેન્ડ પરથી સગીરા ગુમ થઈ હતી. આ મામલે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી સગીરાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે સગીરાને આરોપીના કબજામાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી
તપાસ દરમિયાન સગીરા આસામ રાજ્યમાં હોવાની માહિતી મળતાં જામનગર પોલીસની ટીમ આસામના બોંગાઈગાંવ જિલ્લાના જોગીધોપા ગામે પહોંચી હતી. ત્યાંથી 24 વર્ષીય આરોપી પ્રદ્યુત કાર્તિક ચૌધરીને શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે સગીરાને આરોપીના કબજામાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી હતી. આ મામલે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ઓનલાઈન ગેમિંગ દરમિયાન અજાણ્યા લોકો સાથે સંપર્ક સાધતી વખતે સગીર બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. વાલીઓએ બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ અંગે જાગૃત રહેવું જરૂરી છે.





