Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : ન્યૂ રાણીપ બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો! 1300 CCTV ફૂટેજ તપાસ્યા, 21 વર્ષીય યુવતીની ધરપકડ

Ahmedabad : ન્યૂ રાણીપમાં બાળકની તસ્કરીના મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. 2 ઓક્ટોબરની વહેલી સવારે માતા-પિતા ઊંઘમાં હતા, ત્યારે બાળક ગાયબ થઈ જતાં સમગ્ર મામલો સામે સામે આવ્યો.
Kunjan ShuklaUpdated on: 06 Oct 2026 03:00 PM IST
Ahmedabad : ન્યૂ રાણીપ બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો! 1300 CCTV ફૂટેજ તપાસ્યા, 21 વર્ષીય યુવતીની ધરપકડAhmedabad : ન્યૂ રાણીપ બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો! 1300 CCTV ફૂટેજ તપાસ્યા, 21 વર્ષીય યુવતીની ધરપકડ

Ahmedabad

Ahmedabad : ન્યૂ રાણીપ વિસ્તારમાં બાળકની તસ્કરીના મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 2 ઓક્ટોબરની વહેલી સવારે માતા-પિતા ઊંઘમાં હતા, ત્યારે બાળક ગાયબ થઈ જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચની 6 ટીમોને તપાસમાં જોડવામાં આવી હતી. આશરે 100 જેટલા પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.

પોલીસે બાળકની શોધ અને ઘટનાક્રમની તપાસ માટે આશરે 1300 CCTV ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાંથી પણ બાળકની તસ્કરીનો પ્રયાસ કરાયો હોવાની માહિતી સામે આવી હતી. ઉપરાંત, બાળકને શહેરની બહાર લઈ જવામાં ન આવે તે માટે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ નાકાબંધી કરવામાં આવી હતી.

21 વર્ષીય જીનલ નામની યુવતીની સંડોવણી સામે આવી

પોલીસ તપાસમાં 21 વર્ષીય જીનલ નામની યુવતીની સંડોવણી સામે આવી હતી. પોલીસે સાબરમતી વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, આરોપી ઓનલાઈન પ્લેટફોર્મ ઝેપ્ટો સાથે કામ કરતી હોવાની માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, ભાનુ નામના યુવકે બાળક આપવાના બદલામાં જીનલને ₹10 લાખ આપવાની વાત કરી હતી. ત્યારબાદ બાળકની તસ્કરીનો પ્લાન બનાવાયો હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. બાળકને લઈ ગયા બાદ આરોપી ડરી ગઈ હતી અને તેને મૂકીને સાબરમતી રેલવે સ્ટેશન તરફ ભાગી ગઈ હતી.

આરોપીના ગુનાહિત ઈતિહાસની પણ તપાસ કરવામાં આવી

હાલ પોલીસ તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે બાળકને કોને સોંપવાનું હતું અને સમગ્ર કાવતરામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. મુખ્ય આરોપી ભાનુ સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ અને પૂછપરછ માટે તપાસ તેજ કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી આરોપીના ગુનાહિત ઈતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા માટે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા CCTV, ટેકનિકલ પુરાવા અને આરોપીઓની પૂછપરછના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Junagadhમાં ₹700 કરોડના ગટર અને ₹200 કરોડના પાણી પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું, વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.