Jamnagar Police Cheking : જામનગરમાં પોલીસનું મેગા ઓપરેશન, ગુનાખોરી ડામવા મોડી રાત્રે નાઇટ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરાયું

Jamnagar Police Cheking : જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ ગુનાખોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જામનગર પોલીસ એક્શન મોડમાં આવી છે.
Vivek Shah
Vivek Shah
Jamnagar Police Cheking જામનગર પોલીસ ચેકિંગ ડ્રાઈવJamnagar Police Cheking જામનગર પોલીસ ચેકિંગ ડ્રાઈવ

Jamnagar Police Cheking જામનગર પોલીસ ચેકિંગ ડ્રાઈવ

Jamnagar Police Cheking : જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી મોડી રાત્રે શહેરમાં વિશેષ નાઇટ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ સર્કલો, મુખ્ય માર્ગો અને પ્રવેશમાર્ગો પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા દરબારગઢ સર્કલ, તળાવની પાળ, પવનચક્કી સર્કલ અને લાલપુર બાયપાસ સહિતના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

મોડી રાત્રે ચાલેલા આ અભિયાન દરમિયાન વાહનચાલકોને રોકીને તેમના વાહનોના દસ્તાવેજો, નંબર પ્લેટ અને અન્ય જરૂરી બાબતોની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને નંબર પ્લેટ વગરનાં વાહનો અને નિયમો વિરુદ્ધ ફેન્સી નંબર પ્લેટ લગાવીને ફરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

બ્લેક ફિલ્મ અને નશામાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી

આ ડ્રાઇવ દરમિયાન કારમાં નિયમવિરુદ્ધ બ્લેક ફિલ્મ લગાવનારાઓ પણ પોલીસની નજરમાં આવ્યા હતા. આવા વાહનોની તપાસ કરીને નિયમભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો સામે પણ પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. વાહનચાલકોનું ચેકિંગ કરીને ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.

નાઇટ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન વાહનોમાં લાકડાના ધોકા જેવા શંકાસ્પદ સાધનો રાખીને ફરતા લોકો પર પણ પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી. આવા સાધનો શા માટે રાખવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થઈ શકે છે તે અંગે તપાસ કરવામાં આવી હતી. પોલીસની આ કામગીરી દરમિયાન નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલાક વાહનચાલકો પાસેથી ઓનલાઇન દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

ગુનાખોરી ડામવા પોલીસની કવાયત

જામનગર પોલીસની આ મેગા નાઇટ ટ્રાફિક ડ્રાઇવનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો જ નહીં, પરંતુ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખીને ગુનાખોરીને નિયંત્રિત કરવાનો પણ છે. પોલીસની મોડી રાત સુધી ચાલેલી આ કામગીરીથી નિયમભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આગામી દિવસોમાં પણ શહેર અને જિલ્લામાં આવી ચેકિંગ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે કે કેમ તે અંગે પોલીસના આગામી આયોજન પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : Junagadh Lili Parikrama : લીલી પરિક્રમાને લઈ જૂનાગઢ પોલીસ એક્શનમાં, રીક્ષા એસોસિએશન સાથે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક