Ahmedabad Warehouse Theft: અમદાવાદમાં રૂપિયા 1 કરોડની Apple પ્રોડક્ટ્સની ચોરીનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના 5 આરોપી ઝડપાયા


1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
Ahmedabad Warehouse Theft: અમદાવાદમાં રૂપિયા 1 કરોડની Apple પ્રોડક્ટ્સની ચોરીનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના 5 આરોપી ઝડપાયા


1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
Ahmedabad Warehouse Theft: અમદાવાદ ગ્રામ્ય LCBએ ચાંગોદરમાં આવેલા વેરહાઉસમાંથી આશરે રૂપિયા 1 કરોડની કિંમતના iPhone, લેપટોપ અને Appleની મોંઘી એસેસરીઝની ચોરીનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચોરીનો મુદ્દામાલ નેપાળમાં વેચવાની યોજના હતી, પરંતુ પોલીસની સતર્કતાથી આરોપીઓનો પ્લાન નિષ્ફળ ગયો છે.
ગૂગલ પર વેરહાઉસનું લોકેશન શોધી રેકી કરી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાંગોદરના નવાપુરા ગામની સીમમાં આવેલી ઈનગ્રામ માઈક્રો ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના વેરહાઉસમાં 21 ઓક્ટોબર, 2026ની રાત્રે ચોરી થઈ હતી. આ વેરહાઉસ એમેઝોન માટે વેરહાઉસિંગનું કામ કરતું હતું. તસ્કરોએ વેરહાઉસની દીવાલ પરનું પતરું ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને રૂ.99,99,742ની કિંમતની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ચોરી કરી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ અગાઉ ગૂગલ પર વેરહાઉસનું લોકેશન શોધી 20 ઓક્ટોબરે સ્થળની રેકી કરી હતી. ત્યારબાદ લીમડાના ઝાડ પર ચઢીને પતરું ખોલ્યું અને અંદરથી અંદાજે 70 જેટલા આઇફોન સહિત લેપટોપ, એપલ વોચ અને અન્ય એસેસરીઝની ચોરી કરી હતી.
પોલીસે 250થી વધુ કર્મચારીઓ તથા શ્રમિકોની પૂછપરછ કરી
LCBએ 250થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા અને 250થી વધુ કર્મચારીઓ તથા શ્રમિકોની પૂછપરછ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સુધી લંબાવવામાં આવી હતી. આખરે ખેડા-અમદાવાદ હાઈવે પરથી અર્ટિગા કારમાં ચોરીનો માલ લઈ જતા પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં માયા ઉર્ફે સંદીપ જયપ્રકાશ પટેલ, સુરેન્દ્રકુમાર પટેલ, આકાશ ચૌહાણ, કમલેશગીરી ગોસ્વામી અને મોહમદ સમીમનો સમાવેશ થાય છે.
પોલીસે 29 iPhone 16, 36 iPhone 17, 24 લેપટોપ, 32 એપલ વોચ, 19 એપલ કીબોર્ડ, બે iPad Pro અને અર્ટિગા કાર સહિત કુલ રૂપિયા 89,22,989નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ચોરીનો માલ નેપાળમાં વેચવાનો પ્લાન હતો. હાલ પાંચેય આરોપીઓને ચાંગોદર પોલીસને સોંપી વેરહાઉસની સુરક્ષામાં રહેલી ખામીઓ અને અન્ય સંભવિત સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Gandhinagar News: સ્વચ્છતા ભંગ કરનારા 497 સામે કાર્યવાહી, મનપાએ રૂપિયા 4.36 લાખનો દંડ વસૂલ્યો




