Ahmedabad: 8 વર્ષ બાદ અમદાવાદ પધારશે અમ્મા, 21 નવેમ્બરે શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમ

Ahmedabad: અમદાવાદમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) પધારવાના છે.
Kunjan Shukal
Kunjan Shukal
8 વર્ષ બાદ અમદાવાદ પધારશે અમ્મા8 વર્ષ બાદ અમદાવાદ પધારશે અમ્મા

8 વર્ષ બાદ અમદાવાદ પધારશે અમ્મા

Ahmedabad: અમદાવાદમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા) પધારવાના છે. અમ્માના આગમનને લઈને શહેરમાં આધ્યાત્મિક ઉત્સવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારત યાત્રા 2026 અંતર્ગત અમ્મા 21 નવેમ્બરના રોજ અમદાવાદમાં ભક્તોને આશીર્વાદ આપશે.

કાર્યક્રમ 22 નવેમ્બરની વહેલી સવાર સુધી ચાલશે

અમ્માનો જાહેર કાર્યક્રમ 21 નવેમ્બરે સાંજે 6 વાગ્યે શ્રી ભાગવત વિદ્યાપીઠ ગ્રાઉન્ડ, કૃષ્ણધામ, એસ.જી. હાઈવે, સોલા ખાતે શરૂ થશે. કાર્યક્રમ 22 નવેમ્બરની વહેલી સવાર સુધી ચાલશે અને ભક્તોને અમ્માના દર્શનનો લાભ મળશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

પેન્શન વિતરણ સહિતના સેવાકીય પ્રકલ્પોનો પ્રારંભ કરવામાં આવશે

કાર્યક્રમ દરમિયાન અમ્માના આધ્યાત્મિક સત્સંગ, ભજનો, માર્ગદર્શિત ધ્યાન અને વ્યક્તિગત દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ જરૂરિયાતમંદ મહિલાઓને સાડી અને પેન્શન વિતરણ સહિતના સેવાકીય પ્રકલ્પોનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે અમ્મા બહુભાષી આધ્યાત્મિક ટેલિવિઝન અને સ્ટ્રીમિંગ શ્રેણી 'અમૃત ગંગા'નો પણ પ્રારંભ કરાવશે. આ શ્રેણીમાં અમ્માના સત્સંગ, ભજનો અને વિશ્વભરમાં ચાલી રહેલા માનવસેવાના કાર્યો રજૂ કરવામાં આવશે.

ગુજરાત સાથે અમ્માનો દાયકાઓ જૂનો સેવાભાવી સંબંધ

ગુજરાત સાથે અમ્માનો દાયકાઓ જૂનો સેવાભાવી સંબંધ રહ્યો છે. 2001ના ભૂકંપ બાદ કચ્છના મોડસર, મોખાણા અને ડગાળા ગામોમાં પુનર્વસન કાર્ય હાથ ધરી 1,200થી વધુ ઘરો સહિત શાળાઓ, દવાખાનાં અને અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 2006ના સુરત પૂર દરમિયાન પણ અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવામાં આવી હતી. અમ્માની આ મુલાકાત આધ્યાત્મિકતા, માનવતા અને નિઃસ્વાર્થ સેવાના સંદેશ સાથે અમદાવાદના ભક્તો માટે વિશેષ પ્રસંગ બની રહેશે.

આ પણ વાંચો: Bullet Train Project: સુરત–બિલીમોરા બુલેટ ટ્રેન રૂટ પર મોટી સફળતા, અપ અને ડાઉન બંને લાઇનમાં OHE સિસ્ટમ શરૂ