Ahmedabad શહેર પોલીસમાં મોટાપાયે બદલી, 8 PI અને 7 PSIની જગ્યા ફેરબદલ



Ahmedabad
Ahmedabad શહેર પોલીસમાં મોટાપાયે બદલી, 8 PI અને 7 PSIની જગ્યા ફેરબદલ



Ahmedabad
Ahmedabad: અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. સત્તાવાર હુકમ મુજબ શહેર પોલીસમાં ફરજ બજાવતા 8 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 7 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની બદલી કરવામાં આવી છે. સંબંધિત અધિકારીઓને નવી નિમણૂકવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવી છે.
8 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી
બદલીના હુકમ મુજબ શ્રી બી.આર. રબારીની રાણીપથી વસ્ત્રાલ, શ્રી પી.આર. વાઘેલાની વિશેષ શાખાથી હંસપુરા અને શ્રી વી.વી. ત્રિવેદીની લીવ રિઝર્વ-કંટ્રોલ રૂમથી રાણીપ ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રી ડી.એસ. વાઢેરની E.O.W.થી વેજલપુર-1, શ્રી એસ.એન. ચુડાસમાની S.O.G.થી રામોલ અને શ્રી એચ.એન. આજરાની લીવ રિઝર્વ-કંટ્રોલ રૂમથી ટ્રાફિક ખાતે બદલી કરાઈ છે. જ્યારે સુશ્રી ડી.એસ. ભટોળની લીવ રિઝર્વ-કંટ્રોલ રૂમથી કંટ્રોલ રૂમ અને શ્રી આર.આર. સાવલીની કંટ્રોલ રૂમથી A.H.T.U. ખાતે નિમણૂક કરવામાં આવી છે.
7 PSIની પણ બદલી
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કક્ષામાં પણ 7 અધિકારીઓની જગ્યા બદલવામાં આવી છે. શ્રી ડી.આર. પુવારની કૃષ્ણનગરથી હંસપુરા અને શ્રી ડી.કે. કઠારીની નિકોલથી હંસપુરા ખાતે બદલી કરાઈ છે. આ ઉપરાંત શ્રી જે.પી. સોલંકી, શ્રી વી.એમ. મકવાણા અને શ્રી આર.જે. જાડેજાની રામોલથી વસ્ત્રાલ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે શ્રી એચ.એન. જામંગ અને સુશ્રી એ.એમ. ખરાડીની ઓઢવથી વસ્ત્રાલ ખાતે બદલી કરવામાં આવી છે.
તાત્કાલિક હાજર થવા આદેશ
સત્તાવાર હુકમમાં સંબંધિત અધિકારીઓને તેમની બદલીવાળી જગ્યાએ છૂટા/હાજર થઈ તેનો રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા આ વહીવટી બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Khambhatમાં LCB ટીમ પર પથ્થરમારો, પાસાના આરોપી અક્ષય લલ્લોને પકડવા ગયેલી પોલીસ પર હુમલો






