Ahmedabad : નવરાત્રી માટે પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર-માઈક વગાડી શકાશે


Ahmedabad
Ahmedabad : નવરાત્રી માટે પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર-માઈક વગાડી શકાશે


Ahmedabad
Ahmedabad : અમદાવાદ શહેરમાં વર્ષ 2026ની નવરાત્રીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ નવરાત્રી દરમિયાન રાસ-ગરબા, દાંડિયા અથવા અન્ય નવરાત્રીના કાર્યક્રમોમાં માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
View post on Instagram
11થી 20 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે જાહેરનામું
જાહેરનામા મુજબ 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 સુધીના નવરાત્રીના નવ દિવસ અને 20 ઓક્ટોબરના દશેરાના દિવસે રાત્રે 10 વાગ્યાથી મધરાતે 12 વાગ્યા સુધી માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. રાત્રે 12 વાગ્યા બાદ આવા સાધનો ચાલુ રાખી શકાશે નહીં. આ નિયમો Noise Pollution (Regulation and Control) Rules, 2000ની જોગવાઈઓ તેમજ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સંબંધિત જોગવાઈઓને આધીન રહેશે. ખાસ કરીને હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસના Silence Zoneમાં માઈક સિસ્ટમ, લાઉડ સ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. આ જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનરના સમગ્ર કાર્યક્ષેત્રમાં 11 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 12 વાગ્યાથી 20 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસના અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને નિયમોનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 223 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ કરવાની સત્તા આપવામાં આવી છે. પોલીસ દ્વારા જાહેરનામાની વ્યાપક પ્રસિદ્ધિ માટે લાઉડ સ્પીકર, વાહનો, સોશિયલ મીડિયા, સ્થાનિક અખબારો, આકાશવાણી અને દૂરદર્શન સહિતના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે. ગરબા આયોજકો અને નાગરિકોને જાહેરનામાની સમયમર્યાદા તથા Silence Zoneના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Nadiadમાં પોલીસનો મોટો સપાટો: ₹1.40 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, 39,816 બોટલ-ટીન જપ્ત




