Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : ગુજરાત પોલીસના 'Sentinel Innovation Hackathon 2026'નું આયોજન, CCTVને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ

Ahmedabad : રાજ્યભરના CCTV કેમેરાને એક જ પ્લેટફોર્મ પર લાવી તેનો સંકલિત ઉપયોગ કરી શકાય અને સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકાય તે હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી.
Kunjan ShuklaUpdated on: 13 Oct 2026 06:55 PM IST
Ahmedabad : ગુજરાત પોલીસના 'Sentinel Innovation Hackathon 2026'નું આયોજન, CCTVને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસAhmedabad : ગુજરાત પોલીસના 'Sentinel Innovation Hackathon 2026'નું આયોજન, CCTVને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ

Ahmedabad

Ahmedabad : અમદાવાદમાં ગુજરાત પોલીસ દ્વારા 'Sentinel Innovation Hackathon 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના CCTV કેમેરાને એક જ પ્લેટફોર્મ પર લાવી તેનો સંકલિત ઉપયોગ કરી શકાય અને સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકાય તે હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી. ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતો અને યુવા પ્રતિભાઓને એક મંચ પર લાવી નવીન ઉકેલો શોધવા માટે કુલ રૂપિયા 51 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

ટેક્નોલોજી આધારિત સોલ્યુશન તૈયાર કરવાનો પ્રયાસ

આ હેકાથોનની શરૂઆત આશરે છ મહિના પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલા આયોજનથી થઈ હતી. સમગ્ર પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં સરકારી વિભાગોના આશરે 80 હજાર CCTV કેમેરાને એક જ પ્લેટફોર્મ પર લાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કેમેરાનો એકસાથે ઉપયોગ થઈ શકે અને પોલીસને વધુ અસરકારક રીતે મદદ મળે તે માટે ટેક્નોલોજી આધારિત સોલ્યુશન તૈયાર કરવાનો પ્રયાસ થયો હતો.

હેકાથોનમાં 7,100 લોકોએ ભાગ લીધો

આ હેકાથોનમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય 17 રાજ્યોની ટીમોએ પણ ભાગ લીધો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, હેકાથોનની વેબસાઈટ પર 3.5 લાખથી વધુ મુલાકાતો નોંધાઈ હતી અને આશરે 7,100 લોકોએ ભાગ લીધો હતો. તેમાંથી 156 ટીમોની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમોએ વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે આશરે 1,000 સોલ્યુશન રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાનોને નવીન ટેક્નોલોજી અને પોલીસિંગ સાથે જોડવાના હેતુથી ખાનગી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને પણ આ પહેલમાં સામેલ કરવામાં આવ્યા હતા.

હેકાથોનમાં ત્રણ રેન્ક માટે કુલ રૂ.51 લાખના ઈનામ નક્કી કરવામાં આવ્યા હતા. અંતિમ કાર્યક્રમમાં છ ટીમોને કુલ રૂ.18 લાખના ઈનામ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચાર વ્યક્તિઓને રૂ.25-25 હજારનું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિજેતા ટીમોને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ પહેલથી ગુજરાતમાં ટેક્નોલોજીના માધ્યમથી પોલીસિંગ અને જાહેર સુરક્ષાને વધુ અસરકારક બનાવવાની દિશામાં નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Sabarkantha : હિંમતનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે નગરપાલિકાની કાર્યવાહી, 275 કિલો પ્લાસ્ટિક જપ્ત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.