Ahmedabad Wall Collapse: ગોતામાં શાયોના તિલક-3 ફ્લેટની દીવાલ ધરાશાયી, લોકોમાં ભારે ફફડાટ

Ahmedabad Wall Collapse: અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં બાંધકામની ગુણવત્તા અને સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે.
Kunjan ShuklaUpdated on: 01 Nov 2026 02:24 PM IST
Ahmedabad Wall Collapse: ગોતામાં શાયોના તિલક-3 ફ્લેટની દીવાલ ધરાશાયી, લોકોમાં ભારે ફફડાટAhmedabad Wall Collapse: ગોતામાં શાયોના તિલક-3 ફ્લેટની દીવાલ ધરાશાયી, લોકોમાં ભારે ફફડાટ

Ahmedabad Wall Collapse

Ahmedabad Wall Collapse: અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં બાંધકામની ગુણવત્તા અને સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ગોતાના વંદેમાતરમ રોડ પાસે પાર્ક વ્યૂ સાઈટ નજીક આવેલી શાયોના તિલક-3 ફ્લેટની દીવાલ અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. અચાનક જમીન ધસી પડવાની ઘટના બાદ ફ્લેટની દીવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિક રહીશોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો

મળતી માહિતી મુજબ, ગોતાના વંદેમાતરમ રોડ પાસે પાર્ક વ્યૂ સાઈટ નજીક જમીન અચાનક બેસી જવાની ઘટના બની હતી. જમીન ધસી પડવાના કારણે શાયોના તિલક-3 ફ્લેટની દીવાલ ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાને લઈને ફ્લેટમાં રહેતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને બિલ્ડરની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. રહેવાસીઓમાં બાંધકામની ગુણવત્તા, જમીનની મજબૂતાઈ અને જરૂરી સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યા હતા કે નહીં તે મુદ્દે નારાજગી જોવા મળી રહી છે.

AMC અને બિલ્ડરની જવાબદારી અંગે ચર્ચાઓ તેજ બની

રહિશોનો આક્ષેપ છે કે આવી ઘટનાઓ રહેણાક વિસ્તારની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જો સમયસર યોગ્ય તકેદારી રાખવામાં ન આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. હાલ આ ઘટનાને પગલે AMC અને બિલ્ડરની જવાબદારી અંગે ચર્ચાઓ તેજ બની છે. જમીન ધસી પડવાનું ચોક્કસ કારણ શું છે અને બાંધકામમાં કોઈ ક્ષતિ રહી છે કે કેમ તે અંગે યોગ્ય તપાસ થાય તેવી સ્થાનિક રહીશોની માગ છે. આ ઘટનાએ અમદાવાદમાં બિલ્ડિંગની ગુણવત્તા અને નાગરિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો: Amreli News: રાજુલા-જાફરાબાદ રોડ પર હિટાચી મશીન પલટી મારતાં વીજ પુરવઠો ખોરવાયો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.