Surat Khajod Dumping Yard Fire: ખજોદ ડમ્પિંગ યાર્ડમાં ફરી ભીષણ આગ, ત્રીજી વખત ઘટના બનતા કોન્ટ્રાક્ટર સામે સવાલો


Surat Khajod Dumping Yard Fire
Surat Khajod Dumping Yard Fire: ખજોદ ડમ્પિંગ યાર્ડમાં ફરી ભીષણ આગ, ત્રીજી વખત ઘટના બનતા કોન્ટ્રાક્ટર સામે સવાલો


Surat Khajod Dumping Yard Fire
Surat Khajod Dumping Yard Fire: સુરત શહેરના ખજોદ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ડમ્પિંગ યાર્ડમાં આગ લાગતાં જ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગના કારણે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની અલગ-અલગ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી
મળતી માહિતી મુજબ, ખજોદ ડમ્પિંગ યાર્ડમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી પ્રચંડ હતી કે દૂરથી પણ ધુમાડાના મોટા ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. ફાયર વિભાગની ટીમોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. નોંધનીય છે કે સુરત મનપાના આ ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના હોવાનું સામે આવ્યું છે. વારંવાર આગની ઘટનાઓ બનતા હવે ડમ્પિંગ યાર્ડનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉ પણ અહીં આગ લાગવાની ઘટના બની હતી, જેને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને 9 કરોડ રૂપિયાથી વધુની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.
મનપા આ મામલે શું કાર્યવાહી કરશે?
જોકે, આટલી મોટી દંડાત્મક કાર્યવાહી બાદ પણ ફરી આગ લાગવાની ઘટના બનતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ડમ્પિંગ યાર્ડમાં કચરાના નિકાલની વ્યવસ્થા યોગ્ય છે કે નહીં? આગથી બચવા માટે જરૂરી ફાયર સેફ્ટીના સાધનો અને વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે કે કેમ? કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં? તેવા અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે ડમ્પિંગ યાર્ડમાં આગ અકસ્માતે લાગી છે કે પછી જાણીજોઈને લગાડવામાં આવી છે? જોકે, આ અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. આગ લાગવાનું સાચું કારણ નિષ્પક્ષ તપાસ બાદ જ બહાર આવશે. હવે જોવાનું એ રહેશે કે મનપા આ મામલે શું કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો: Ahmedabad Wall Collapse: ગોતામાં શાયોના તિલક-3 ફ્લેટની દીવાલ ધરાશાયી, લોકોમાં ભારે ફફડાટ





