Get News Alerts

Never miss breaking news updates.

National Sports Day: અમદાવાદમાં GIPCA પરિસરમાં આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનશે, DGP કપમાં જેલ વિભાગનો દબદબો

National Sports Day: રાષ્ટ્રીય ખેલ દિવસ 2026ની ઉજવણી અંતર્ગત ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન (GIPCA), અમદાવાદ ખાતે જેલ વિભાગ દ્વારા વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Aug 2026 06:47 PM IST
National Sports Day: અમદાવાદમાં GIPCA પરિસરમાં આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનશે, DGP કપમાં જેલ વિભાગનો દબદબોNational Sports Day: અમદાવાદમાં GIPCA પરિસરમાં આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનશે, DGP કપમાં જેલ વિભાગનો દબદબો

National Sports Day

National Sports Day: રાષ્ટ્રીય ખેલ દિવસ 2026ની ઉજવણી અંતર્ગત ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન (GIPCA), અમદાવાદ ખાતે જેલ વિભાગ દ્વારા વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ખેલેગા ભારત, જીતેગા ભારત’ની થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ક્રાઇમ ડીજીપી ડો. કે. એલ. એન. રાવે રમતગમતને શિસ્ત, ટીમ ભાવના અને શારીરિક ક્ષમતા વિકસાવવાનું મહત્વનું માધ્યમ ગણાવ્યું હતું.

GIPCAમાં આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તૈયાર થશે

GIPCAના અદ્યતન નવીનીકરણ અંતર્ગત તાલીમાર્થીઓ અને જેલ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. ડો. કે. એલ. એન. રાવે જણાવ્યું કે અમદાવાદમાં યોજાનારી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને GIPCA પરિસરમાં વિવિધ રમતો માટે આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ્સ તૈયાર કરવામાં આવશે.

સ્માર્ટ ક્લાસરૂમથી લાઇબ્રેરી સુધીની સુવિધાઓ

GIPCAના નવનિર્મિત કેમ્પસમાં જેલ સહાયકથી લઈને નાયબ અધિક્ષક કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરી સહિતની આધુનિક તાલીમ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ સુવિધાઓથી તાલીમાર્થીઓને રમતગમતની સાથે વ્યાવસાયિક તાલીમમાં પણ લાભ મળશે.

કબડ્ડી અને રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન

28થી 30 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીમાં GIPCA ખાતે જેલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઝોનવાઇઝ કબડ્ડી તથા રસ્સા ખેંચ સ્પર્ધાઓ યોજાઈ હતી. મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રેસલિંગમાં જેલ વિભાગનો શાનદાર દેખાવ

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી DGP કપ 2026-27 ગુજરાત પોલીસ રેસલિંગ ક્લસ્ટર કોમ્પિટિશનમાં રાજ્યની 22 ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાત જેલ વિભાગના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 14 મેડલ મેળવ્યા હતા.

‘ચેમ્પિયન ટ્રોફી’ પર જેલ વિભાગનો કબજો

14 મેડલ સાથે ગુજરાત જેલ વિભાગે સમગ્ર ટુર્નામેન્ટની પ્રતિષ્ઠિત ‘ચેમ્પિયન ટ્રોફી’ પોતાના નામે કરી હતી. આ સિદ્ધિ બદલ ક્રાઇમ ડીજીપી ડો. કે. એલ. એન. રાવે જેલ વિભાગના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આગામી કબડ્ડી સ્પર્ધા માટે પણ તૈયારીઓ

આગામી ગુજરાત પોલીસ DGP કપ કબડ્ડી (પુરુષ) 2026-27 માટે જેલ વિભાગની વિવિધ જેલો અને GIPCAમાંથી ઉત્કૃષ્ટ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વિભાગમાં રમતગમતને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે આ આયોજનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Ankleshwar: પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ, 20 ભેંસો સાથે 2 આરોપી પકડાયા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.