અમદાવાદમાં બનાવટી સરકારી અધિકારી બની ફરતો આરોપી ઝડપાયો, ડેપ્યુટી મામલતદારનું ફેક આઈકાર્ડ મળ્યું



Ahmedabad Fake Government Officer Arrest
અમદાવાદમાં બનાવટી સરકારી અધિકારી બની ફરતો આરોપી ઝડપાયો, ડેપ્યુટી મામલતદારનું ફેક આઈકાર્ડ મળ્યું



Ahmedabad Fake Government Officer Arrest
Ahmedabad Fake Government Officer Arrest: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મણિનગર રેલવે ક્રોસિંગ પાસેથી કિરીટકુમાર ઉર્ફે બી.સી. અમીન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 204 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ પોલીસ અધિકારી અને સરકારી અધિકારીની બનાવટી ઓળખ ધારણ કરીને ગુનાઓ આચરવાના મામલે અનેક વખત ઝડપાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ડેપ્યુટી મામલતદારના નામે બનાવટી આઈકાર્ડ
ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન આરોપી પાસેથી ગુજરાત સરકારના રેવન્યુ વિભાગના ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેનું બનાવટી ઓળખકાર્ડ મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઓળખકાર્ડમાં કિરીટકુમાર અમીનનું નામ, હોદ્દો, જન્મ તારીખ અને બ્લડ ગ્રુપ સહિતની વિગતો દર્શાવવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ બનાવટી સરકારી ઓળખકાર્ડનો ઉપયોગ કરીને લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરી હતી
પોલીસ તપાસમાં વધુ એક મહત્વની વિગતો સામે આવી છે. આરોપીએ અગાઉ મોડાસાની મામલતદાર કચેરીમાં વર્ષ 2014થી 2019 દરમિયાન કોન્ટ્રાક્ટ પર ક્લાર્ક તરીકે નોકરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સરકારી કચેરીની કામગીરી અને પ્રક્રિયાની જાણકારીનો ઉપયોગ કરીને બનાવટી સરકારી ઓળખકાર્ડ તૈયાર કરાવ્યું હોવાનો પોલીસનો આક્ષેપ છે.
2001થી 2025 દરમિયાન અનેક જગ્યાએ ઝડપાયો હોવાનો પોલીસનો દાવો
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ પણ બનાવટી પોલીસ અથવા સરકારી અધિકારીની ઓળખનો ઉપયોગ કરવાના મામલે અલગ-અલગ સ્થળોએ ઝડપાઈ ચૂક્યો છે. વર્ષ 2001થી 2025 દરમિયાન થાસરા, હિંમતનગર, વડોદરા DCB, મણિનગર, ધરમપુર-વલસાડ, બાવળા અને રામોલ સહિતના સ્થળોએ આરોપી ઝડપાયો હોવાની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે.
કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તેની તપાસ
હાલ મણિનગર પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જાડેજા સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે. બનાવટી ઓળખનો ઉપયોગ કરીને આરોપીએ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, સરકારી કામ કરાવી આપવાની બાંયધરી આપી છે કે કોઈ ગેરકાયદેસર લાભ મેળવ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીના સંભવિત સાગરીતો, સંપર્કો અને અગાઉના ગુનાઓ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલે વધુ લોકોની પૂછપરછ માટે બોલાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





