Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabadમાં નકલી વિદેશી દારૂના કૌભાંડનો પર્દાફાશ, ₹1,500ની બોટલ ₹5 હજારથી વધુમાં વેચાતી

Ahmedabad Fake Foreign Liquor Scam: અમદાવાદમાં મોંઘી બ્રાન્ડના નામે નકલી વિદેશી દારૂનું વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-5 અને ઝોન-4ની સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને ઠક્કરબાપાનગર વિસ્તારમાંથી...
R Gajjar
R GajjarUpdated on: 28 Sep 2026 03:36 PM IST
Ahmedabadમાં નકલી વિદેશી દારૂના કૌભાંડનો પર્દાફાશ, ₹1,500ની બોટલ ₹5 હજારથી વધુમાં વેચાતીAhmedabadમાં નકલી વિદેશી દારૂના કૌભાંડનો પર્દાફાશ, ₹1,500ની બોટલ ₹5 હજારથી વધુમાં વેચાતી

Ahmedabad Fake Foreign Liquor Scam

Ahmedabad Fake Foreign Liquor Scam: અમદાવાદમાં મોંઘી બ્રાન્ડના નામે નકલી વિદેશી દારૂનું વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-5 અને ઝોન-4ની સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને ઠક્કરબાપાનગર વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરીને અસલી બ્રાન્ડના નામે વેચવામાં આવતો હતો.

મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં થતું રી-ફિલિંગ

પોલીસ તપાસ મુજબ, આરોપીઓ વિદેશી દારૂની ખાલી બોટલો એકત્ર કરતા હતા. ત્યારબાદ આ બોટલોમાં સસ્તો દારૂ ભરીને મોંઘી અને જાણીતી બ્રાન્ડના સ્ટીકર તથા ઢાંકણ લગાવીને ફરી વેચાણ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ રીતે આશરે ₹1,500ની કિંમતની બોટલ ગ્રાહકોને ₹5,000થી વધુની કિંમતમાં વેચવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે.

322 ખાલી બોટલ સહિત મુદ્દામાલ જપ્ત

ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન પોલીસે અલગ-અલગ બ્રાન્ડની ખાલી બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં પોલીસના જણાવ્યા મુજબ:

  • 322 ખાલી બોટલો

  • 18 ક્વાર્ટર

  • 293 ઢાંકણાં

  • અલગ-અલગ બ્રાન્ડના સ્ટીકર

  • બોટલના ઢાંકણ અને અન્ય સામગ્રી

  • 47 અલગ-અલગ અસલી બ્રાન્ડની નકલી બોટલો

  • દારૂ અને બિયરના જથ્થા સહિતનો મુદ્દામાલ

મળી આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1.32 લાખથી વધુ હોવાનું જણાવાયું છે.

અન્ય ત્રણ સાગરીતોની શોધખોળ

ક્રાઈમ બ્રાન્ચે ઠક્કરબાપાનગરના એક મકાનમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં અન્ય ત્રણ સાગરીતો સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી છે. પોલીસે ફરાર સાગરીતોને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.

આર્થિક લાભ માટે કૌભાંડ રચ્યાનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ આ સમગ્ર કૌભાંડ આર્થિક લાભ મેળવવા માટે રચ્યું હતું. મોંઘી બ્રાન્ડની અસલી બોટલ તરીકે નકલી બોટલ વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનો આરોપ છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ આ નકલી દારૂનું વેચાણ ક્યાં અને કોને કરતા હતા તેમજ આ કૌભાંડનું નેટવર્ક કેટલું વિસ્તરેલું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]