Ahmedabad New DEO Office Opens : અમદાવાદની શિક્ષણ વ્યવસ્થામાં મોટો ફેરફાર, પૂર્વ અને પશ્ચિમ માટે અલગ DEO કચેરી શરૂ

Ahmedabad New DEO Office Opens : અમદાવાદ મહાનગરમાં શાળાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, શાળાઓના વહીવટી અને શૈક્ષણિક કાર્યને વધુ સરળ બનાવવા માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય.
Vivek Shah
Vivek Shah
Ahmedabad New DEO Office Opens અમદાવાદમાં નવી DEO કચેરી શરૂAhmedabad New DEO Office Opens અમદાવાદમાં નવી DEO કચેરી શરૂ

Ahmedabad New DEO Office Opens અમદાવાદમાં નવી DEO કચેરી શરૂ

Ahmedabad New DEO Office Opens : અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનું વિભાજન કરીને હવે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે અલગ કચેરીઓ શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયના ભાગરૂપે અમદાવાદ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીની નવી કચેરીનો રાયખડ સ્થિત ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. નવી કચેરી શરૂ થવાથી અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદાજે 1,400 શાળાઓનો વહીવટ હવે આ કચેરી મારફતે કરવામાં આવશે.

હાલ અમદાવાદ શહેરમાં અંદાજે 2,500 જેટલી શાળાઓ આવેલી છે. આટલી મોટી સંખ્યામાં શાળાઓના વહીવટી અને શૈક્ષણિક કાર્યોનું સંચાલન એક જ કચેરી દ્વારા કરવું પડકારજનક બની રહ્યું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ માટે અલગ-અલગ કચેરીઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ પૂર્વ માટે નવી DEO કચેરી શરૂ

નવી કચેરી શરૂ થવાથી અમદાવાદ પૂર્વ વિસ્તારની શાળાઓને વહીવટી કામગીરીમાં સરળતા મળશે. શાળા સંચાલકો, આચાર્યો અને શિક્ષકોને વિવિધ સરકારી કામગીરી માટે લાંબી પ્રક્રિયા કે અંતરનો સામનો કરવો નહીં પડે. સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ સંબંધિત શૈક્ષણિક કામગીરી માટે વધુ સુવિધા મળશે. આ વ્યવસ્થાથી શાળા સંચાલન સાથે જોડાયેલા લોકોનો સમય અને શક્તિ બંને બચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

શાળાઓની વધતી સંખ્યા વચ્ચે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

નવી કચેરીના શુભારંભ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં નવી કચેરીની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં શાળાઓની વધતી સંખ્યા અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું આ વિભાજન શિક્ષણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવે અમદાવાદ પૂર્વની અંદાજે 1,400 શાળાઓ માટે અલગ કચેરી કાર્યરત થતાં શૈક્ષણિક અને વહીવટી કામગીરી વધુ ઝડપી અને સરળ બને તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : Dahod SOG Ganjo Farm Raid : દાહોદ SOGનો મોટો સપાટો, ખેતરમાંથી ગાંજાના 398 છોડ ઝડપી પાડયા જેની કિંમત ₹2.30 કરોડથી વધુ હોવાની માહિતી