Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : ધોલેરા-કોઠમાં વીજ વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 6 આરોપી ઝડપાયા

Ahmedabad : ધોલેરા-કોઠ વિસ્તારમાં વીજ વાયર ચોરી કરતી ગેંગનો અમદાવાદ ગ્રામ્ય LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Kunjan ShuklaUpdated on: 06 Oct 2026 04:49 PM IST
Ahmedabad : ધોલેરા-કોઠમાં વીજ વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 6 આરોપી ઝડપાયાAhmedabad : ધોલેરા-કોઠમાં વીજ વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 6 આરોપી ઝડપાયા

Ahmedabad

Ahmedabad : ધોલેરા-કોઠ વિસ્તારમાં વીજ વાયર ચોરી કરતી ગેંગનો અમદાવાદ ગ્રામ્ય LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર પ્રભુ ગુર્જર હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ગેંગ છેલ્લા ત્રણ મહિનાથી વીજ વાયરની ચોરી કરતી હોવાની માહિતી મળી છે.

ત્રિલોક અને શિવરાજ વીજ કંપનીમાં કામ કરતા હતા

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ જીવંત વીજ લાઈનમાંથી વાયર કાપવાની તૈયારીમાં હતા. ગેંગમાં કુલ 7 આરોપીઓ સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ AC-DC મીટર, કટર સહિતના ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરીને વીજ વાયર કાપતા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મદન, કેબલ કાપવાનું કામ કરતો ત્રિલોક અને શિવરાજ વીજ કંપનીમાં કામ કરતા હતા. છોટુલાલ કાપેલા કેબલને લપેટીને સાઈડમાં મૂકતો હતો, જ્યારે જગદીશ આરોપીઓને સ્થળ પર લાવવા-લઈ જવાનું કામ કરતો હતો.

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી

શ્રવણ મજૂરી કામ કરતો હોવાની પણ પોલીસને માહિતી મળી છે. શિવરાજ પણ ગેંગમાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે ગેંગની અગાઉની ચોરીઓની તપાસ કરતા ધોલેરામાં બે અને કોઠ વિસ્તારમાં એક ગુનાની કડી સામે આવી છે. ચોરી કરેલા વીજ વાયરો વેચવાની જવાબદારી મુખ્ય સૂત્રધાર પ્રભુ ગુર્જરની હોવાની માહિતી પણ પોલીસને મળી છે. અમદાવાદ ગ્રામ્ય LCBએ આરોપીઓ પાસેથી અંદાજે ₹6.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ ફરાર મુખ્ય સૂત્રધાર પ્રભુ ગુર્જરને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.

સાથે જ ગેંગ દ્વારા અગાઉ કરવામાં આવેલી અન્ય ચોરીઓ અને તેમાં સંડોવાયેલા લોકો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વીજ લાઈનમાંથી વાયર ચોરી દરમિયાન ગંભીર અકસ્માતની શક્યતા હોવાને કારણે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ગેંગના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Navsari જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન: સુરત રેન્જ IGએ કર્યું નિરીક્ષણ, લોક દરબારમાં લોકોની રજૂઆતો સાંભળી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.