Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2026'નો ભવ્ય પ્રારંભ, ખેલૈયાઓમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ


Ahmedabad
Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2026'નો ભવ્ય પ્રારંભ, ખેલૈયાઓમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ


Ahmedabad
Ahmedabad : ગુજરાતમાં નવરાત્રિના પર્વને આવકારવા માટે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 'વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2026'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવનો વિધિવત્ શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે રાજ્યના નાગરિકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌને ‘જય અંબે’ કહીને અભિવાદન કર્યું હતું.
View post on Instagram
નવરાત્રિ ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મહોત્સવમાં ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ગરબાની ભવ્યતા જોવા મળી રહી છે. નવરાત્રિ ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર છે, જેમાં માતાજીની આરાધના સાથે પરંપરાગત ગરબા અને રાસ દ્વારા ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ વખતની નવરાત્રિ વિશેષ મહત્ત્વ ધરાવે છે. તેમણે નવરાત્રિના પર્વને આસ્થા, શક્તિ, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક ગણાવ્યું હતું. સાથે જ તેમણે રાજ્યના નાગરિકો સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે નવરાત્રીની ઉજવણી કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
800થી વધુ કલાકારોનું સન્માન
‘વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026’ દરમિયાન 800થી વધુ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતની લોકકલા અને ગરબાની પરંપરાને જીવંત રાખવામાં કલાકારોનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. તેમના સન્માન દ્વારા રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતા આ મહોત્સવમાં ગરબાપ્રેમીઓ માટે ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. પરંપરાગત ગરબા, સંગીત અને રંગબેરંગી પોશાકો સાથે અમદાવાદમાં નવરાત્રિની ઉજવણીનો માહોલ જામ્યો છે.
આ પણ વાંચો : GMC Elections 2026 : ગાંધીનગર મનપામાં અંદાજિત 60% મતદાન નોંધાયું, 13 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે





