AMC New Parking Rates: અમદાવાદમાં પાર્કિંગના દરમાં થશે વધારો, 2015 બાદ પ્રથમવાર AMCનો મોટો નિર્ણય


AMC New Parking Rates
AMC New Parking Rates: અમદાવાદમાં પાર્કિંગના દરમાં થશે વધારો, 2015 બાદ પ્રથમવાર AMCનો મોટો નિર્ણય


AMC New Parking Rates
AMC New Parking Rates: અમદાવાદમાં વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પાર્કિંગના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2015માં છેલ્લે પાર્કિંગના દર નક્કી કરવામાં આવ્યા હતા. હવે લાંબા સમય બાદ પાર્કિંગના દરમાં સુધારો કરવામાં આવ્યો છે, જેને પગલે વાહનચાલકોના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે.
View post on Instagram
નીચલી કમિટી દ્વારા પાર્કિંગના દરમાં કરવામાં આવેલા સુધારાને મંજૂરી આપવામાં આવી
AMC દ્વારા પાર્કિંગના નવા દર નક્કી કરવા પાછળનો મુખ્ય હેતુ શહેરના નાગરિકોને વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. શહેરમાં ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવા અને જાહેર પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે પાર્કિંગ ચાર્જમાં સુધારો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે નીચલી કમિટી દ્વારા પાર્કિંગના દરમાં કરવામાં આવેલા સુધારાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત હવે સમગ્ર અમદાવાદ શહેરમાં પાર્કિંગ માટે એકસરખા દર લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા પાર્કિંગ સ્થળોએ દરની એકરૂપતા જળવાઈ રહેશે અને વાહનચાલકોને અલગ-અલગ સ્થળે અલગ દર ચૂકવવાની સ્થિતિમાં રાહત મળશે.
વાહનચાલકોના બજેટ પર અસર પડશે
AMC દ્વારા નવા પાર્કિંગ દર દર ત્રણ વર્ષે રિવાઈઝ કરવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. જેથી ભવિષ્યમાં લાંબા સમય સુધી જૂના દર ચાલુ રહે તેવી સ્થિતિ ઊભી ન થાય. હાલમાં ટેન્ડર પ્રક્રિયા હેઠળ પાર્કિંગનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટરોને પણ નવા દર અંગે સંમતિ મેળવવા માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ નવા દર લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. આ અંગે AMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે પણ મહત્વની વિગતો આપી છે. હવે જોવાનું એ રહેશે કે નવા પાર્કિંગ દર લાગુ થયા બાદ અમદાવાદના વાહનચાલકોના બજેટ પર કેટલી અસર પડે છે.
આ પણ વાંચો: Kheda Bike Accident: અકલાચા ગામ પાસે ભયાનક અકસ્માત, બે યુવાનોના ઘટના સ્થળે જ મોત




