YashRaj Films : યશ રાજ ફિલ્મ્સની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવનની એન્ટ્રી, 31 માર્ચ 2028ના રોજ થશે રિલીઝ


YashRaj Films વરુણ ધવનની YRF હોરર ફિલ્મ
YashRaj Films : યશ રાજ ફિલ્મ્સની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવનની એન્ટ્રી, 31 માર્ચ 2028ના રોજ થશે રિલીઝ


YashRaj Films વરુણ ધવનની YRF હોરર ફિલ્મ
YashRaj Films : યશ રાજ ફિલ્મ્સ (YRF)એ પોતાની પ્રથમ હોરર ફિલ્મની જાહેરાત સાથે તેની વિશ્વવ્યાપી થિયેટ્રિકલ રિલીઝની તારીખ પણ જાહેર કરી છે. આ ફિલ્મ 31 માર્ચ, 2028ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે તેનું દિગ્દર્શન અભય પન્નુ કરશે.
હાલમાં આ ફિલ્મનું સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, ફિલ્મને મોટા પડદા માટે એક નવા અને રોમાંચક હોરર અનુભવ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે. યશ રાજ ફિલ્મ્સની આગવી ભવ્યતા, ટેક્નિકલ કસબ અને સિનેમેટિક અંદાજ આ ફિલ્મમાં જોવા મળશે તેવી અપેક્ષા છે.
વરુણ ધવન હવે ડરાવશે દર્શકોને!
આ પ્રોજેક્ટ સાથે યશ રાજ ફિલ્મ્સ હવે થિયેટ્રિકલ હોરર ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કરી રહ્યું છે. અત્યાર સુધી રોમાન્સ, એક્શન, ડ્રામા, કોમેડી અને થ્રિલર જેવી વિવિધ શૈલીઓમાં ફિલ્મો આપનાર આ પ્રોડક્શન હાઉસ હવે હોરર જોનરમાં પણ પોતાની ઓળખ ઊભી કરવા જઈ રહ્યું છે.
આ ફિલ્મ આદિત્ય ચોપરાના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવી રહી છે. જ્યારે યશ રાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધાની ફિલ્મના નિર્માતા છે. ફિલ્મની વાર્તા અને પટકથા અભય પન્નુએ લખી છે. 'રૉકેટ બૉયઝ' જેવી વખણાયેલી સિરીઝ સાથે જોડાયેલા અભય પન્નુ આ પ્રોજેક્ટ દ્વારા થિયેટ્રિકલ ફીચર ફિલ્મના દિગ્દર્શક તરીકે પોતાની શરૂઆત કરશે.
YRFની પહેલી હોરર ફિલ્મ 31 માર્ચ 2028એ રિલીઝ
વરુણ ધવન માટે પણ આ ફિલ્મ ખાસ બની રહેશે. યશ રાજ ફિલ્મ્સ સાથેની આ તેમની બીજી ફિલ્મ હશે. આ પ્રોજેક્ટમાં અભિનેતા એકદમ નવા સિનેમેટિક અવતારમાં જોવા મળશે. અત્યાર સુધી વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવનાર વરુણ ધવનને હોરર જોનરમાં જોવો તેમના ચાહકો માટે નવો અનુભવ બની શકે છે. યશ રાજ ફિલ્મ્સ આ પ્રોજેક્ટ દ્વારા ભારતીય સિનેમામાં નવી પ્રતિભાઓ અને પ્રયોગશીલ વાર્તાઓને પ્રોત્સાહન આપવાની પોતાની પરંપરાને આગળ વધારી રહ્યું છે.
ફિલ્મની વાર્તા, અન્ય કલાકારો અને શૂટિંગ સંબંધિત વિગતો હજુ જાહેર થવાની બાકી છે. હાલ તો વરુણ ધવનની આ અનટાઇટલ્ડ હોરર ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થતાં જ બોલિવૂડમાં ચર્ચા શરૂ થઈ છે. હવે 31 માર્ચ, 2028ના રોજ આ ફિલ્મ દર્શકોને કેવો હોરર અનુભવ કરાવે છે તેના પર સૌની નજર રહેશે.




