Anuj Thakur: 33 વર્ષની ઉંમરે ટીવી એક્ટર અનુજ ઠાકુરનું નિધન, મિત્ર રૂપેશ સોનારે કરી પુષ્ટિ

Anuj Thakur: ટીવી એક્ટર અનુજ ઠાકુરનું 27 ઓક્ટોબરે મુંબઈમાં નિધન થયું. તેના મિત્ર અને કાસ્ટિંગ ડાયરેક્ટર રૂપેશ સોનારે પોસ્ટ કરીને તેમના નિધનની પુષ્ટિ કરી છે.
Nancy Shukla
Anuj ThakurAnuj Thakur

Anuj Thakur

Anuj Thakur: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ટીવી એક્ટર અનુજ ઠાકુરનું 33 વર્ષની ઉંમરે નિધન થયું છે. 27 ઓક્ટોબર, 2026ના રોજ મુંબઈના ઓશિવારા સ્થિત પોતાના ઘરે ઊંઘ દરમિયાન તેને અંતિમ શ્વાસ લીધા હતા. તેના નજીકના મિત્ર અને કાસ્ટિંગ ડાયરેક્ટર રૂપેશ સોનારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના નિધનની પુષ્ટિ કરી છે. અનુજના અચાનક અવસાનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે.

રૂપેશ સોનારે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દુઃખ

અનુજ ઠાકુરના નિધનના સમાચાર સામે આવ્યા બાદ તેના મિત્ર રૂપેશ સોનારે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. તેને લખ્યું કે હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે અનુજ હવે તેમની વચ્ચે નથી. અનુજ માત્ર તેના મિત્ર જ નહીં, પરંતુ નાના ભાઈ સમાન હતો.

રૂપેશે વધુમાં જણાવ્યું કે બંનેએ સાથે મળીને અનેક પ્રોજેક્ટ્સ કરવાની યોજના બનાવી હતી. અનુજના શરૂઆતના સંઘર્ષથી લઈને તેના કરિયરની સફર સુધીની અનેક યાદો તેની સાથે જોડાયેલી છે. આટલી નાની ઉંમરે અનુજનું અચાનક દુનિયામાંથી વિદાય લેવું તેના માટે અત્યંત દુઃખદ છે.

નિધનના 10 દિવસ પહેલાં જ થઈ હતી છેલ્લી મુલાકાત

રૂપેશ સોનારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અનુજ છેલ્લા કેટલાક સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર હતો, પરંતુ બંને વચ્ચે સંપર્ક જળવાઈ રહ્યો હતો. અનુજના નિધનના લગભગ 10 દિવસ પહેલાં જ તેમની મુલાકાત થઈ હતી.

View post on Instagram

રૂપેશે જણાવ્યું કે શુક્રવારે જ્યારે તેને અનુજને ફોન કર્યો ત્યારે તેના પરિવારના સભ્યોએ ફોન ઉપાડ્યો અને તેમના નિધનના સમાચાર આપ્યા. આ સમાચાર સાંભળીને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. અનુજના પરિવારે પણ આ મુશ્કેલ સમયમાં પ્રાઈવસી જાળવવાની અપીલ કરી છે.

અનુજે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી

રૂપેશના જણાવ્યા અનુસાર, મંગળવારની વહેલી સવારે અનુજનો એલાર્મ વાગ્યો ત્યારે તેની માતા તેને જોવા માટે રૂમમાં ગયાં હતાં. પરંતુ અનુજે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. રૂપેશે વધુમાં જણાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં પણ અનુજને આંચકા આવ્યા હતા અને તે તેની દવા લઈ રહ્યા હતા. આ વખતે તે એકલો હોવાથી સમયસર મદદ મળી શકી ન હોવાનું અનુમાન છે. પરંતુ તેના નિધનનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી.

અનેક ટીવી શોમાં કરી હતી એક્ટિંગ

અનુજ ઠાકુર 'ધૂમ મચાઓ ધૂમ', 'બંધન સાત જન્મો કા', 'બિંદ બનૂંગા ઘોડી ચઢૂંગા' અને 'મહિસાગર' જેવા ટીવી શોમાં કામ કર્યું હતું. રૂપેશ સોનારે તેને હંમેશાં હસમુખા અને સકારાત્મક સ્વભાવના વ્યક્તિ તરીકે યાદ કર્યા છે. મળતી માહિતી મુજબ, અનુજનો પરિવાર તેમના અંતિમ સંસ્કાર માટે હરિદ્વાર ગયો છે. 33 વર્ષની નાની ઉંમરે તેમના નિધનથી પરિવાર, મિત્રો અને ફેન્સમાં શોકની લાગણી છે.

આ પણ વાંચો: Nora Fatehi: સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહી કોર્ટમાં હાજર ન થતાં ફટકાર, જજે કહ્યું- 'હળવાશથી ન લો'