Shah Rukh Khan: શાહરૂખ ખાનના બર્થડે પહેલાં ઝગમગ્યું ‘મન્નત’, બંગલા પર જોવા મળી મોટી સ્ક્રીન, જુઓ VIDEO

Shah Rukh Khan: બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના 61મા જન્મદિવસ પહેલાં ‘મન્નત’ પર મોટી સ્ક્રીન જોવા મળી. 2 નવેમ્બરે ‘કિંગ’નું ટીઝર કે ગીત રિલીઝ થવાની અટકળો તેજ થઈ.
Nancy ShuklaUpdated on: 01 Nov 2026 06:32 PM IST
Shah Rukh Khan: શાહરૂખ ખાનના બર્થડે પહેલાં ઝગમગ્યું ‘મન્નત’, બંગલા પર જોવા મળી મોટી સ્ક્રીન, જુઓ VIDEOShah Rukh Khan: શાહરૂખ ખાનના બર્થડે પહેલાં ઝગમગ્યું ‘મન્નત’, બંગલા પર જોવા મળી મોટી સ્ક્રીન, જુઓ VIDEO

Shah Rukh Khan

Shah Rukh Khan: બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન 2 નવેમ્બરે પોતાનો 61મો જન્મદિવસ ઉજવવાના છે. દર વર્ષની જેમ આ વખતે પણ તેમના ફેન્સ આ ખાસ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન શાહરૂખના મુંબઈ સ્થિત બંગલા ‘મન્નત’નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જન્મદિવસ પહેલાં તેમનો બંગલો રોશનીથી ઝગમગતો જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં ‘મન્નત’ના બહારના ભાગમાં મોટી સ્ક્રીન જેવી વ્યવસ્થા જોવા મળી રહી છે. આ દૃશ્ય સામે આવ્યા બાદ ફેન્સમાં ચર્ચા શરૂ થઈ છે કે શું કિંગ ખાનના જન્મદિવસે કોઈ ખાસ સરપ્રાઇઝ મળવાનું છે?

‘મન્નત’ની બહાર મોટી સ્ક્રીનથી ફેન્સ એક્સાઈટેડ

મુંબઈના બાંદ્રામાં આવેલો શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ હંમેશાં તેના ફેન્સ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. પરંતુ હાલમાં આ બંગલામાં કામ ચાલી રહ્યું છે. આ કારણોસર શાહરૂખ અને તેમનો પરિવાર અત્યારે પાલી હિલ સ્થિત પોતાના લક્ઝરી ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહે છે.

આ વર્ષે જન્મદિવસે ફેન્સ શાહરૂખને ‘મન્નત’ની બાલ્કનીમાંથી અભિવાદન કરતાં જોઈ શકશે નહીં. દર વર્ષે હજારો ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે બંગલાની બહાર એકઠા થાય છે, પરંતુ આ વખતે આવું થવાની શક્યતા ઓછી છે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">SRKians, this is MASSIVE! Mannat has transformed into a fortress, with the latest KING content set to light up the gigantic screen! This is nothing short of spectacular! 🔥👑❤️

#ShahRukhKhan    
#KING    
#SRK https://t.co/d9fzFZ6xZJ</p>&mdash; Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) <a href="https://x.com/TeamSRKWarriors/status/2116558873721266427?ref_src=twsrc%5Etfw">October 31, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

બીજી તરફ બંગલાના બહારના ભાગમાં દેખાતી મોટી સ્ક્રીનને લઈને અટકળો તેજ થઈ છે. ચર્ચા છે કે 2 નવેમ્બરે અહીં શાહરૂખની આગામી ફિલ્મ ‘કિંગ’નું ટીઝર બતાવવામાં આવી શકે છે. પરંતુ ફિલ્મના મેકર્સ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જન્મદિવસની આસપાસ રિલીઝ થઈ શકે છે ‘કિંગ’નું પહેલું ગીત

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ને લઈને પણ ફેન્સ એક્સાઈટેડ છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મનું પહેલું ગીત શાહરૂખના જન્મદિવસની આસપાસ રિલીઝ થઈ શકે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ગીત અરિજિત સિંહે ગાયું છે. એવું માનવામાં આવે છે કે ગીત દ્વારા દર્શકોને ફિલ્મની પ્રથમ ઝલક જોવા મળી શકે છે. ફિલ્મનું ટ્રેલર ત્યારબાદ રિલીઝ થવાની શક્યતા છે.

‘કિંગ’માં જોવા મળશે આ કલાકારો

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ‘કિંગ’ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. ‘ડંકી’ બાદ શાહરૂખ ખાન આ ફિલ્મ દ્વારા મોટા પડદા પર પરત ફરશે. ફિલ્મમાં શાહરૂખ સાથે તેની પુત્રી સુહાના ખાન, અભિષેક બચ્ચન, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, અરશદ વારસી, રાની મુખર્જી અને રાઘવ જુયાલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: Hanuman Ansh:'હનુમાન અંશ'એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, 300 કરોડની કમાણી કરનાર ભારતના પ્રથમ ડેબ્યૂ ડાયરેક્ટર બન્યા વિશાલ ચતુર્વેદી

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.