Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની સુરક્ષામાં મોટો ફેરફાર, બુલેટપ્રૂફ ગ્લાસ શિલ્ડની પાછળથી ફેન્સને મળ્યા, અભિષેક પણ મળ્યો જોવા


Amitabh Bachchan
Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની સુરક્ષામાં મોટો ફેરફાર, બુલેટપ્રૂફ ગ્લાસ શિલ્ડની પાછળથી ફેન્સને મળ્યા, અભિષેક પણ મળ્યો જોવા


Amitabh Bachchan
Amitabh Bachchan: બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત બંગલા 'જલસા'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રવિવાર, 1 નવેમ્બરે અમિતાભ બચ્ચન પોતાના ફેન્સને મળવા માટે બહાર આવ્યા હતા, પરંતુ આ વખતે તેમની સુરક્ષામાં ખાસ ફેરફાર જોવા મળ્યો હતો. તેઓ બુલેટપ્રૂફ કાચથી ઢંકાયેલી ટ્રોલીમાં ઊભા રહીને ફેન્સનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પુત્ર અભિષેક બચ્ચન પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
બુલેટપ્રૂફ કાચની સુરક્ષા વચ્ચે ફેન્સને મળ્યા બિગ બી
અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા'ને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. ધમકી બાદ તેમની સુરક્ષામાં અનેક સ્તરે વધારો કરવામાં આવ્યો છે. અગાઉ એવી અટકળો હતી કે સુરક્ષાનાં કારણોસર અમિતાભ બચ્ચન દર રવિવારે ફેન્સને મળવાની પોતાની વર્ષો જૂની પરંપરા બંધ કરી શકે છે. પરંતુ તેમને આ પરંપરા ચાલુ રાખી હતી.
1 નવેમ્બરના રોજ જલસાની બહાર સુરક્ષાની નવી વ્યવસ્થા જોવા મળી હતી. સામે આવેલા વીડિયોમાં અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચથી સંપૂર્ણપણે ઢંકાયેલી ટ્રોલીની અંદર ઊભા રહીને ફેન્સનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. તેમને હાથ જોડીને અને માથું ઝુકાવીને ફેન્સનો આભાર માન્યો હતો.
View post on Instagram
પિતા સાથે ઢાલ બનીને ઊભા રહ્યો અભિષેક બચ્ચન
આ દરમિયાન અભિષેક બચ્ચનની હાજરી પણ ચર્ચાનો વિષય બની હતી. તેઓ પોતાના પિતા અમિતાભ બચ્ચનની સાથે જલસાની બહાર જોવા મળ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા અને ગેટની આસપાસની હિલચાલ પર પણ તેઓ નજર રાખતો જોવા મળ્યો હતો. ધમકી બાદ પિતાની સુરક્ષાને લઈને અભિષેકની ચિંતા તેના વર્તનમાં સ્પષ્ટ જોવા મળી રહી હતી. આ મુશ્કેલ સમયમાં તે પિતાની સાથે જોવા મળ્યો.
84 વર્ષની ઉંમરે પણ કામમાં વ્યસ્ત છે અમિતાભ બચ્ચન
સુરક્ષાને લઈને વધેલી ચિંતાઓ વચ્ચે પણ અમિતાભ બચ્ચન પોતાના કામમાં એક્ટિવ છે. તેઓ હાલમાં પોપ્યુલર રિયાલિટી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ 18' (KBC 18) હોસ્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની આગામી ફિલ્મોમાં 'કલ્કિ 2898 AD'નો બીજો ભાગ, 'બ્રહ્માસ્ત્ર 2' અને 'સેક્શન 84'નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Samreen Kaur: અર્શદીપ સિંહને પૈસા અને ફેમ માટે ડેટ કરવાના આરોપ પર ગુસ્સે થઈ સમરીન કૌર





