Samreen Kaur: અર્શદીપ સિંહને પૈસા અને ફેમ માટે ડેટ કરવાના આરોપ પર ગુસ્સે થઈ સમરીન કૌર

Samreen Kaur: ભારતીય ક્રિકેટર અર્શદીપ સિંહ સાથેના સંબંધો પર ટ્રોલિંગથી પરેશાન સમરીન કૌરે કહ્યું કે તે 17 વર્ષની ઉંમરથી આત્મનિર્ભર છે. અર્શદીપે પણ તેને સમર્થન આપ્યું.
Nancy Shukla
Samreen KaurSamreen Kaur

Samreen Kaur

Samreen Kaur: ભારતીય ક્રિકેટર અર્શદીપ સિંહ અને પંજાબી એક્ટ્રેસ-મોડલ સમરીન કૌર પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર સમરીનને અર્શદીપ સાથેના સંબંધો માટે સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. કેટલાક યુઝર્સે તેના પર પૈસા અને લોકપ્રિયતા મેળવવા માટે અર્શદીપને ડેટ કરવાનો આરોપ લગાવ્યો છે. હવે સમરીને ટ્રોલર્સનો જવાબ આપતાં પોતાની વાત સ્પષ્ટ કરી છે. અર્શદીપે પણ સમરીનની પોસ્ટ શેર કરીને તેને સમર્થન આપ્યું છે.

ટ્રોલર્સને સમરીન કૌરનો જવાબ

સમરીન કૌરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા સંબંધો અંગે થઈ રહેલી ટીકાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેને કહ્યું કે મહિલાઓ પોતાના પ્રેમનો ઈઝહાર કોઈપણ રીતે કરે, તેમને લોકોની ટીકાનો સામનો કરવો પડે છે. જો કપલ સંબંધોને ખાનગી રાખે તો લોકો સવાલ કરે છે અને જો જાહેરમાં પ્રેમ વ્યક્ત કરે તો તેને લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ ગણાવવામાં આવે છે.

સમરીને લખ્યું કે સોશિયલ મીડિયા પર લોકોના બેવડા ધોરણો જોવા મળે છે. કોઈ પોતાના પાર્ટનરને છુપાવે તો તેના પર ગર્વ ન હોવાનો આરોપ લાગે છે અને જાહેરમાં પ્રેમ વ્યક્ત કરે તો ફેમ મેળવવાનો પ્રયાસ કહેવાય છે. તેને ઉમેર્યું કે લોકોના અભિપ્રાયો અને ધારણાઓથી તે થાકી ગઈ છે.

'17 વર્ષની ઉંમરથી આર્થિક રીતે આત્મનિર્ભર છું'

અર્શદીપને પૈસા અને લોકપ્રિયતા માટે ડેટ કરવાના આરોપોનો જવાબ આપતાં સમરીને કહ્યું કે તે 17 વર્ષની ઉંમરથી કામ કરી રહી છે. તેણે પોતાની મહેનતથી આર્થિક અને વ્યાવસાયિક રીતે સ્વતંત્ર જીવન બનાવ્યું છે. તે અત્યાર સુધી 20થી વધુ દેશોની મુલાકાત પણ લઈ ચૂકી છે.

Samreen Kaur - Arshdeep Singh.webp

સમરીને મહિલાઓ દ્વારા જ બીજી મહિલાઓની ટીકા કરવામાં આવતી હોવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેને સ્પષ્ટ કર્યું કે તેના સોશિયલ મીડિયા પેજ પર કહ્યું કે નેગેટિવિટી ફેલાવનારાઓને તે બ્લોક કરી દેશે. તેને લખ્યું છે કે 'હું ખુશ છું, પ્રેમમાં છું અને મારી જિંદગી જીવી રહી છું. આ જ સૌથી મહત્ત્વનું છે. કૃપા કરીને અમને અમારી રીતે જીવવા દો.'

અર્શદીપ સિંહે પણ સમરીનને આપ્યો સાથ

સમરીનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં અર્શદીપે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરી હતી. તેણે સમરીનને મજબૂત ગણાવીને લખ્યું કે તેને તેના પર ગર્વ છે. અર્શદીપે સંબંધો અંગે વારંવાર સવાલ ઉઠાવનારા લોકોને પણ સંદેશ આપ્યો હતો. તેણે કહ્યું કે લોકોએ પોતાની જિંદગી જીવવી જોઈએ અને બીજાને પણ તેમની રીતે જીવવા દેવા જોઈએ. આ સાથે જ તેણે લોકોને પ્રેમ ફેલાવવા અને દયાળુ બનવાની અપીલ કરી હતી.

IPL 2026 દરમિયાન શરૂ થઈ હતી ટ્રોલિંગ

અર્શદીપ અને સમરીનને ખાસ કરીને IPL 2026 દરમિયાન સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર સમરીનનો બેગ ઉઠાવતો અર્શદીપનો વીડિયો સામે આવ્યા બાદ કેટલાક યુઝર્સે ક્રિકેટરની મજાક ઉડાવી હતી. આ ઉપરાંત પંજાબ કિંગ્સ માટેના તેના પ્રદર્શનને પણ કેટલાક લોકોએ આ મામલા સાથે જોડ્યું હતું. જુલાઈ 2026માં આ કપલે ઈન્સ્ટાગ્રામ પર પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. ત્યારથી બંને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યાં છે. બંનેએ એકબીજાના નામના શરૂઆતના અક્ષરો ધરાવતાં મેચિંગ ટેટૂ કરાવ્યાં હોવાની ચર્ચા પણ થઈ હતી.

આ પણ વાંચો: Shah Rukh Khan: શાહરૂખ ખાનના બર્થડે પહેલાં ઝગમગ્યું ‘મન્નત’, બંગલા પર જોવા મળી મોટી સ્ક્રીન, જુઓ VIDEO