Nora Fatehi: સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહી કોર્ટમાં હાજર ન થતાં ફટકાર, જજે કહ્યું- 'હળવાશથી ન લો'


Nora Fatehi
Nora Fatehi: સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહી કોર્ટમાં હાજર ન થતાં ફટકાર, જજે કહ્યું- 'હળવાશથી ન લો'


Nora Fatehi
Nora Fatehi: બોલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી ફરી એકવાર સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચામાં આવી છે. સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમને સાક્ષી તરીકે હાજર રહેવાનું હતું, પરંતુ સમન્સ મળવા છતાં તે કોર્ટમાં હાજર રહી ન હતી. આ બાબતે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને નોરાને કોર્ટની કાર્યવાહી હળવાશથી ન લેવાની ટકોર કરી હતી.
કોર્ટમાં હાજર ન રહેતાં નારાજગી વ્યક્ત કરાઈ
નોરા ફતેહી કોર્ટમાં હાજર ન થતાં દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તેમને સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ સોમવારે કોર્ટમાં હાજર થશે કે નહીં તેની જાણકારી ન હતી. બીજી તરફ નોરાના વકીલે કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ મેળવવા માટે અરજી દાખલ કરી હતી.
આ મામલે કોર્ટે કહ્યું હતું કે નોરા આ કેસમાં સાક્ષી છે અને તેથી તેને કોર્ટમાં હાજર રહેવું જોઈતું હતું. કોર્ટે તેના વર્તન સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે આ યોગ્ય નથી અને તેને કોર્ટને હળવાશથી ન લેવી જોઈએ.
સુકેશ સાથેના સંપર્ક અને મોંઘી ગિફ્ટ અંગે પૂછપરછ
સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહીને સાક્ષી તરીકે નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવી હતી. EDએ અગાઉ સુકેશ સાથેના તેમના સંપર્ક, મોંઘી ભેટો અને કથિત નાણાકીય વ્યવહારો અંગે પૂછપરછ કરી હતી.
આ કેસને લઈને નોરાએ અગાઉ એક પોડકાસ્ટમાં પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે આ વિવાદ તેના માટે અત્યંત આઘાતજનક સમય હતો. તેના મતે પરિવાર અને નજીકના મિત્રો તેને સારી રીતે ઓળખતા હતા, પરંતુ જે લોકો તેમને નજીકથી જાણતા ન હતા તેઓ તેના વિશે કરવામાં આવેલા દાવાઓ પર વિશ્વાસ કર્યો હતો.
વિવાદને કારણે કામ અને બ્રાન્ડ્સ ગુમાવ્યાનો દાવો
નોરા ફતેહીએ પોડકાસ્ટમાં કહ્યું હતું કે આ વિવાદને કારણે તેને ઘણી બ્રાન્ડ્સ ગુમાવવી પડી હતી અને કામની તકો પર પણ અસર થઈ હતી. તેણે જણાવ્યું હતું કે આજે પણ કેટલાક લોકો તેના અને સુકેશ વચ્ચે સંબંધ હોવાની વાતો કરે છે, જ્યારે તેના મતે આ દાવાઓ સાચા નથી. એક્ટ્રેસે સુકેશના પરિવાર સાથેના પોતાના સંપર્ક અને તેને મળેલી ભેટો અંગે પણ વાત કરી હતી. પરંતુ આ મામલે કોર્ટમાં સાક્ષી તરીકે તેનું નિવેદન નોંધાવવાનું બાકી છે. હવે કોર્ટની આગામી કાર્યવાહી દરમિયાન નોરા હાજર થાય છે કે નહીં તેના પર નજર રહેશે.
આ પણ વાંચો: Ramayana: ‘રામાયણ’ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં કરી કરોડોની કમાણી, ભારત અને વિદેશમાં મચાવી ધૂમ





