Tiger Shroff Comeback: ફાયરિંગ ઘટનાના 29 દિવસ બાદ ટાઈગર શ્રોફનું ધમાકેદાર કમબેક, બહેન કૃષ્ણાએ કહ્યું- 'તે પાછો આવી ગયો...'

Tiger shroff Comeback: ફાયરિંગની ઘટના બાદ 29 દિવસ સુધી સોશિયલ મીડિયાથી દૂર રહેલા ટાઈગર શ્રોફે નવા ગીત 'તૈનૂ લેકે જાના'ના ટીઝર સાથે કમબેક કર્યું.
Nancy Shukal
Nancy Shukal
Tiger Shroff Comeback: ફાયરિંગની ઘટના બાદ ટાઈગર શ્રોફનું ધમાકેદાર કમબેકTiger Shroff Comeback: ફાયરિંગની ઘટના બાદ ટાઈગર શ્રોફનું ધમાકેદાર કમબેક

Tiger Shroff Comeback: ફાયરિંગની ઘટના બાદ ટાઈગર શ્રોફનું ધમાકેદાર કમબેક

Tiger shroff Comeback: બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફે મુંબઈમાં થયેલી ફાયરિંગની ઘટના બાદ આખરે સોશિયલ મીડિયા પર ધમાકેદાર કમબેક કર્યું છે. 18 ઓક્ટોબરના રોજ તેની કાર પર ફાયરિંગ થયું હતું, જેમાં તેનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટના બાદથી ટાઈગર જાહેરમાં જોવા મળ્યા ન હતા અને સોશિયલ મીડિયા પર પણ કોઈ પોસ્ટ શેર કરી ન હતી. પરંતુ હવે હુમલાના આશરે 29 દિવસ બાદ તેને પોતાના આગામી ગીત 'તૈનૂ લેકે જાના'નો ટીઝર શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી છે.

ટાઈગરે 16 નવેમ્બરના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગીતનો નાનો ટીઝર વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે તેને કેપ્શનમાં લખ્યું હતું, 'એક વધુ તક, એક વધુ ડાન્સ...' તેના આ શબ્દોને ફાયરિંગની ઘટના બાદના કમબેક સાથે જોડવામાં આવી રહ્યા છે. ટીઝરમાં ટાઈગર પોતાની શાનદાર મસ્ક્યુલર બોડી ફ્લોન્ટ કરતો જોવા મળે છે. તેના આ અંદાજે ફરી એકવાર ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.

View post on Instagram

18 નવેમ્બરે રિલીઝ થશે નવું ગીત

ટાઈગર શ્રોફનું આગામી ગીત 'તૈનૂ લેકે જાના' દ રિશ અને શ્રેયા જૈને ગાયું છે, જ્યારે અંકણ સેને તેની કોરિયોગ્રાફી કરી છે. આ ગીત અગાઉ ફરદીન ખાન અને કુણાલ ખેમુની ફિલ્મ 'જય વીરુ'માં જોવા મળ્યું હતું. હવે તેનું નવું રિમેક વર્ઝન રજૂ કરવામાં આવી રહ્યું છે.

આ ગીતમાં ટાઈગર સાથે એકટ્રેસ કેતિકા શર્મા જોવા મળશે. કેતિકા અગાઉ ગુરુ રંધાવાના ગીત 'કહર'માં પણ નજર આવી ચૂકી છે. ટી-સીરીઝના બેનર હેઠળ તૈયાર થયેલું આ ગીત 18 નવેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે.

બહેન કૃષ્ણાએ કર્યું ટાઈગરનું સ્વાગત

ટાઈગરના કમબેકથી તેની બહેન કૃષ્ણા શ્રોફ પણ ખૂબ ખુશ છે. ભાઈની પોસ્ટ પર કોમેન્ટ કરતાં તેણે ઈમોજી દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ બીજી કોમેન્ટમાં લખ્યું હતું કે 'તે પાછો આવી ગયો છે.' ટાઈગરની આ પોસ્ટ પર થોડી જ મિનિટોમાં એક હજારથી વધુ કોમેન્ટ્સ આવી હતી. ફેન્સ પણ તેના કમબેકથી ઉત્સાહિત છે અને નવા ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'એ મચાવી ધૂમ! 11 દિવસમાં 'ધુરંધર 2'ને પાછળ છોડી!