Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'એ મચાવી ધૂમ! 11 દિવસમાં 'ધુરંધર 2'ને પાછળ છોડી!

Ramayana: રણબીર કપૂરની રામાયણ ફિલ્મે 11 દિવસમાં 1800 કરોડની કમાણી કરનારી ફિલ્મ 'ધુરંધર 2'ને પાછળ છોડી દીધી! 2026ની વિદેશમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની.
Nancy Shukal
Nancy Shukal
Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'એ 'ધુરંધર 2'ને પાછળ છોડી!Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'એ 'ધુરંધર 2'ને પાછળ છોડી!

Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'એ 'ધુરંધર 2'ને પાછળ છોડી!

Ramayana: રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ' બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા છે. રિલીઝના માત્ર 11 દિવસમાં જ ફિલ્મે ઓવરસીઝ કલેક્શનના મામલે વર્ષ 2026ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ સાથે જ તેને રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર 2'ને પણ પાછળ છોડી દીધી છે.

ફિલ્મની આ સફળતા બાદ હવે તેની નજર ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'દંગલ'ના રેકોર્ડ પર છે. આમિર ખાનની 'દંગલ' એકમાત્ર ભારતીય ફિલ્મ છે, જેને વિશ્વભરમાં 2,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ત્યારે 'રામાયણ' પણ આગામી દિવસોમાં કેટલો નવો રેકોર્ડ બનાવે છે તેના પર સૌની નજર છે.

ઓવરસીઝ કલેક્શનમાં 'રામાયણ' નંબર-1

સેકનિલ્કના અહેવાલો અનુસાર, વર્ષ 2026માં વિદેશી બજારમાં ભારતીય ફિલ્મોની કમાણીની યાદીમાં અત્યાર સુધી 'ધુરંધર 2' પ્રથમ સ્થાને હતી. આ ફિલ્મે વિદેશમાં અંદાજે 438 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પરંતુ હવે રણબીર કપૂરની 'રામાયણ'એ માત્ર 11 દિવસમાં 475 કરોડ રૂપિયાની કમાણી કરીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

2026ની ટોપ-5 ઓવરસીઝ ફિલ્મો

વર્ષ 2026માં વિદેશી બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં 'રામાયણ' પ્રથમ સ્થાને છે. જ્યારે 438 કરોડ રૂપિયાની કમાણી સાથે 'ધુરંધર 2' બીજા નંબરે છે.

આ યાદીમાં રજનીકાંતની 'જેલર 2' 277 કરોડ રૂપિયાના ઓવરસીઝ કલેક્શન સાથે ત્રીજા સ્થાને છે. ચોથા ક્રમે 'બેથલહેમ કુડુંબા યુનિટ' છે, જેણે વિદેશમાં 138 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે અજય દેવગનની 'દૃશ્યમ 3' 133 કરોડ રૂપિયાના કલેક્શન સાથે પાંચમા સ્થાને છે.

આ આંકડા દર્શાવે છે કે ભારતીય ફિલ્મોનો વિદેશી બજારમાં દબદબો સતત વધી રહ્યો છે. ખાસ કરીને 'રામાયણ'ની આ સફળતાએ ફિલ્મના આગામી બોક્સ ઓફિસ પ્રદર્શન અંગેની અપેક્ષાઓ વધારી દીધી છે.

આ પણ વાંચો: Sharad Kapoor: ‘જોશ’ ફેમ એક્ટર શરદ કપૂરની મદદે આવ્યા સલમાન ખાન અને સોનૂ સૂદ