Tara Sutaria: તારા સુતરિયાના બર્થડે વીડિયો પર એક્સ બોયફ્રેન્ડ વીર પહાડિયાએ કરી કોમેન્ટ, બંનેનું થયું પેચઅપ?


Tara Sutaria: તારા સુતરિયાના વીડિયો પર વીર પહાડિયાએ કરી કોમેન્ટ
Tara Sutaria: તારા સુતરિયાના બર્થડે વીડિયો પર એક્સ બોયફ્રેન્ડ વીર પહાડિયાએ કરી કોમેન્ટ, બંનેનું થયું પેચઅપ?


Tara Sutaria: તારા સુતરિયાના વીડિયો પર વીર પહાડિયાએ કરી કોમેન્ટ
Tara Sutaria: બોલીવુડ એક્ટ્રેસ તારા સુતરિયાએ તાજેતરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસરે ઈન્ડસ્ટ્રીના અનેક મિત્રો અને ફેન્સે તેને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન ઓરીએ પણ તારાના બર્થડે સેલિબ્રેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પરંતુ આ વીડિયોમાં સૌથી વધુ ધ્યાન તારા સુતરિયાના એક્સ બોયફ્રેન્ડ વીર પહાડિયાની કોમેન્ટે ખેંચ્યું છે. ત્યારથી બંને ફરી એકબીજાની નજીક આવી રહ્યાં હોવાની ચર્ચા શરૂ થઈ છે.
વીર પહાડિયાની કોમેન્ટ થઈ વાયરલ
ઓરી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં વીર પહાડિયાએ કેક અને સફેદ દિલનું ઈમોજી કોમેન્ટ કર્યું હતું. ખાસ વાત એ છે કે ઓરીએ વીરની આ કોમેન્ટને પિન પણ કરી દીધી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર બંનેના પેચઅપની અટકળો તેજ બની છે.
વીરની કોમેન્ટ જોઈને ફેન્સ પણ એક્સાઈટેડ થઈ ગયા છે. એક યુઝરે લખ્યું કે, જો બંને ફરી સાથે હોય તો ભગવાન તેમનું ભલું કરે. અન્ય એક યુઝરે વીરની કોમેન્ટ પર હાર્ટના ઈમોજી શેર કર્યા છે. જ્યારે બીજા એક ફેને લખ્યું કે તારા વીર સાથે સૌથી સારી લાગે છે અને બંનેએ ફરી એકસાથે આવવું જોઈએ.
View post on Instagram
પરંતુ તારા અને વીર ખરેખર ફરી રિલેશનશિપમાં છે કે નહીં તે અંગે બંનેમાંથી કોઈએ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. તેથી હાલ આ માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો જ છે.

2025માં શરૂ થઈ હતી ડેટિંગની ચર્ચા
તારા સુતરિયા અને વીર પહાડિયા વર્ષ 2025ની શરૂઆતમાં એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા શરૂ થઈ હતી. બંને સોશિયલ મીડિયા પર સાથે વિતાવેલી પળોની તસવીરો અને વીડિયો પણ શેર કરતા હતા. પરંતુ જાન્યુઆરી 2026માં બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા.
આ ચર્ચાઓ એપી ઢિલ્લોનના મુંબઈ કોન્સર્ટ બાદ શરૂ થઈ હતી. આ દરમિયાન બંનેને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો થઈ હતી. તારાએ આ ઘટનાને લઈને ફેલાતી ચર્ચાઓને ખોટી ગણાવી નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ વીર પહાડિયાએ પણ વાયરલ વીડિયોમાં પોતાનું રિએક્શન ખોટી રીતે એડિટ કરીને રજૂ કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો.
હવે તારાના બર્થડે વીડિયો પર વીરની એક નાનકડી કોમેન્ટે ફરી બંનેના સંબંધોને લઈને ચર્ચા જગાવી છે. પરંતુ પેચઅપ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.




