Ramayana: 27 દેશમાં 'રામાયણ'નો ડંકો, સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની, અમેરિકા સહિત અનેક દેશોમાં બનાવ્યો રેકોર્ડ


Ramayana: 27 દેશમાં 'રામાયણ' ફિલ્મનો વાગ્યો ડંકો
Ramayana: 27 દેશમાં 'રામાયણ'નો ડંકો, સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની, અમેરિકા સહિત અનેક દેશોમાં બનાવ્યો રેકોર્ડ


Ramayana: 27 દેશમાં 'રામાયણ' ફિલ્મનો વાગ્યો ડંકો
Ramayana: નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રામાયણ' બોક્સ ઓફિસ પર સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણબીર કપૂર, રવિ દુબે, યશ અને સાઈ પલ્લવી સહિતના કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ભારતમાં સફળતા મેળવ્યા બાદ ફિલ્મે વિદેશી બજારોમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું છે. હવે ફિલ્મના મેકર્સે દાવો કર્યો છે કે 'રામાયણ' 27 દેશમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે.
ફિલ્મના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સિદ્ધિની માહિતી શેર કરવામાં આવી છે. મેકર્સે દુનિયાભરના દર્શકો તરફથી મળી રહેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કરતાં લખ્યું છે કે "દુનિયાભરમાં રામાયણને જે પ્રેમ મળી રહ્યો છે, તેના માટે આભારી છીએ. આ રામના યુગની શરૂઆત છે."
આ 27 દેશમાં 'રામાયણ' બની નંબર-1
મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ અનુસાર, અમેરિકા, કેનેડા, યુનાઈટેડ કિંગડમ, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા સહિત કુલ 27 દેશમાં ફિલ્મે સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે.
View post on Instagram
આ દેશોમાં અમેરિકા, કેનેડા, યુનાઈટેડ કિંગડમ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, નેપાળ, નેધરલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, સાઉથ આફ્રિકા, ત્રિનિદાદ અને ટોબેગો, કઝાકિસ્તાન, રોમાનિયા, ફિનલેન્ડ, કેન્યા, યુક્રેન, સ્લોવાકિયા, જમૈકા, લાતવિયા, ઈઝરાયેલ, ક્રોએશિયા, સુરીનામ, એસ્ટોનિયા, મોલ્ડોવા, જ્યોર્જિયા, ઘાના અને આર્મેનિયાનો સમાવેશ થાય છે.
અમેરિકામાં પણ કરી શાનદાર કમાણી
ફિલ્મે અમેરિકામાં પણ ભારતીય ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડને પાછળ છોડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ 'રામાયણ'એ અમેરિકામાં અત્યાર સુધીમાં આશરે 270 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ ફિલ્મે રિલીઝના 21 દિવસમાં દુનિયાભરમાંથી 1,755 કરોડ રૂપિયાનું બિઝનેસ કર્યું હોવાનું પણ જણાવાયું છે. આ સાથે વિદેશી બજારોમાં ફિલ્મની સફળતાએ ભારતીય સિનેમાની પહોંચને વધુ વિસ્તારી છે. પરંતુ 27 દેશમાં નંબર-1 હોવાનો રેકોર્ડ ફિલ્મના મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પર આધારિત છે.
આ પણ વાંચો: Ramayana: 'રામાયણ'ની ટીમને મળ્યા અમિત શાહ, ફિલ્મની સફળતા અને સાંસ્કૃતિક રજૂઆતની કરી પ્રશંસા




