King 100: 28 વર્ષ બાદ નાગાર્જુન સાથે તબ્બુ મળશે જોવા, જાણો ક્યારે રિલીઝ થશે ફર્સ્ટ લુક


King 100: નાગાર્જુન સાથે તબ્બુ મળશે જોવા
King 100: 28 વર્ષ બાદ નાગાર્જુન સાથે તબ્બુ મળશે જોવા, જાણો ક્યારે રિલીઝ થશે ફર્સ્ટ લુક


King 100: નાગાર્જુન સાથે તબ્બુ મળશે જોવા
King 100: બોલીવુડ એક્ટ્રેસ તબ્બુ ફરી એકવાર મોટા પડદા પર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ વખતે તે તેલુગુ એક્શન ડ્રામા ફિલ્મ ‘કિંગ 100’માં જોવા મળશે. ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે તબ્બુ પણ મહત્વપૂર્ણ પાત્ર ભજવશે. ખાસ વાત એ છે કે લગભગ 28 વર્ષ બાદ બંને કલાકારો ફરી એકસાથે ફિલ્મમાં જોવા મળશે.
તબ્બુએ 3 નવેમ્બરે સોશિયલ મીડિયા પર ફિલ્મનું એક પોસ્ટર શેર કરીને આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. ફિલ્મ ડિસેમ્બર 2026માં રિલીઝ થવાની છે. રસપ્રદ વાત એ છે કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’ પણ આ જ દિવસે થિયેટરમાં રિલીઝ થવાની ચર્ચા છે.
તબ્બુએ પોસ્ટર શેર કરીને શું કહ્યું?
તબ્બુએ શેર કરેલા પોસ્ટરમાં તેનો ચહેરો દેખાતો નથી, પરંતુ તેનો હાથ અને સામે ઊભેલી લોકોની મોટી ભીડ જોવા મળે છે. પોસ્ટર પરથી તેના પાત્રની દમદાર છબી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પોસ્ટર સાથે તબ્બુએ લખ્યું હતું કે “ઘણા સમય પછી ફરી એકવાર ‘કિંગ’ સાથે... અને આ વખતે જંગ થશે.” તેને વધુમાં જણાવ્યું કે ફિલ્મમાં તેના પાત્રનો ફર્સ્ટ લુક 4 નવેમ્બરે સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ તારીખે તબ્બુનો જન્મદિવસ પણ છે.
View post on Instagram
28 વર્ષ બાદ નાગાર્જુન અને તબ્બુ સાથે જોવા મળશે
નાગાર્જુન અને તબ્બુ છેલ્લે 1998માં આવેલી તેલુગુ ફિલ્મ ‘આવિદા મા આવિડે’માં સાથે જોવા મળ્યાં હતાં. ત્યારથી બંને કલાકારો ફરી એકસાથે કોઈ ફિલ્મમાં જોવા મળ્યાં નથી. હવે ‘કિંગ 100’ દ્વારા તેમની જોડી ફરી પડદા પર પરત ફરી રહી છે.
શું તબ્બુ નેગેટિવ પાત્રમાં જોવા મળશે?
તબ્બુના પોસ્ટર અને ‘આ વખતે જંગ થશે’ એવા કેપ્શનને કારણે ફિલ્મમાં તેના પાત્રને લઈને ઉત્સુકતા વધી છે. આ સંકેત પરથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ફિલ્મમાં તબ્બુ નેગેટિવ અથવા નાગાર્જુનના પાત્રની વિરોધી ભૂમિકામાં જોવા મળી શકે છે. પરંતુ તેના પાત્ર વિશે સત્તાવાર ખુલાસો 4 નવેમ્બરે ફર્સ્ટ લુક જાહેર થયા બાદ જ થશે.
"કિંગ 100" 24 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. શાહરૂખ ખાનની ફિલ્મ "કિંગ" પણ આ જ તારીખે રિલીઝ થઈ રહી છે, જેમાં સુહાના ખાન, દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, કરીના કપૂર, અનિલ કપૂર અને અભિષેક બચ્ચન જેવા સ્ટાર્સ અભિનય કરી રહ્યા છે.
આ પણ વાંચો: Tusshar Kapoor: ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટના બાદ તુષાર કપૂરને મળી ધમકી, 5 કરોડ રૂપિયાની ખંડણીની માગ





