Ayushmann Khurrana: આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ધમકી આપનાર આરોપી ઝડપાયો, બેંગલુરુથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Ayushmann Khurrana:બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ધમકી આપવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વૈભવ મિશ્રાની ધરપકડ કરી છે.
Nancy Shukla
Ayushmann Khurrana: ધમકી આપનાર આરોપી બેંગલુરુથી ઝડપાયોAyushmann Khurrana: ધમકી આપનાર આરોપી બેંગલુરુથી ઝડપાયો

Ayushmann Khurrana: ધમકી આપનાર આરોપી બેંગલુરુથી ઝડપાયો

Ayushmann Khurrana: બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ઓડિયો મેસેજ દ્વારા ધમકી આપવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ મામલે પોલીસે બેંગલુરુથી 30 વર્ષના વૈભવ મિશ્રાની ધરપકડ કરી છે. આરોપી આઈટી ક્ષેત્રમાં કામ કરે છે. પોલીસ તેને પૂછપરછ માટે બેંગલુરુથી મુંબઈ લાવી રહી છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર, વૈભવ મિશ્રાએ માત્ર તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને જ નહીં, પરંતુ બોલીવુડની અન્ય કેટલીક હસ્તીઓને પણ ધમકી આપી હતી. પરંતુ આ મામલે પોલીસની તપાસ હજુ ચાલુ છે.

તુષાર કપૂર પાસે 5 કરોડની ખંડણી માગ્યાનો આરોપ

3 નવેમ્બરે તુષાર કપૂરને ધમકી મળ્યાના સમાચાર સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે હેરી બોક્સરનો ઉલ્લેખ કરીને તેમને ધમકી આપવામાં આવી હતી અને 5 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી.

મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ પાસે ઉપલબ્ધ હેરી બોક્સરના વોઈસ સેમ્પલ અને ધમકીભર્યા ઓડિયો મેસેજમાં સંભળાતા અવાજનું મેચિંગ થયું ન હોવાનું સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું હતું. હવે આ કેસમાં વૈભવ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે.

આયુષ્માન ખુરાના પાસેથી પણ ખંડણી માગી

તુષાર કપૂરને ધમકી મળ્યાના બીજા જ દિવસે એટલે કે 4 નવેમ્બરે આયુષ્માન ખુરાનાને પણ ધમકી મળ્યાની માહિતી સામે આવી હતી. તેને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી આપીને કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બંને કેસની તપાસ હાથ ધરી હતી. હવે આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછમાં આ ધમકીઓ પાછળનો હેતુ અને અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

અગાઉ પણ બોલીવુડની સેલેબ્સને મળી ચૂકી છે ધમકીઓ

બોલીવુડ સેલેબ્સને ધમકી મળવાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના ઘર પાસે ફાયરિંગની ઘટના બની હતી. આ સિવાય ગયા મહિને જુહુના એક મેદાન બહાર એક્ટર ટાઈગર શ્રોફની કાર પર પણ ગોળીબાર થયાના સમાચાર સામે આવ્યા હતા. હાલમાં મુંબઈ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ સમગ્ર મામલાની વધુ વિગતો સ્પષ્ટ થશે.

આ પણ વાચો: Ayushmann Khurrana: આયુષ્માન ખુરાનાને મળી ધમકી, કરોડોની ખંડણી માગ્યાનો દાવો