Ayushmann Khurrana: આયુષ્માન ખુરાનાને મળી ધમકી, કરોડોની ખંડણી માગ્યાનો દાવો

Ayushmann Khurrana: આયુષ્માન ખુરાનાને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે કથિત ધમકી અને કરોડોની ખંડણીની માગણીનો ઓડિયો મળ્યાના સમાચાર સામે આવ્યા છે.
Nancy Shukla
Ayushmann Khurrana: આયુષ્માન ખુરાનાને મળી ધમકીAyushmann Khurrana: આયુષ્માન ખુરાનાને મળી ધમકી

Ayushmann Khurrana: આયુષ્માન ખુરાનાને મળી ધમકી

Ayushmann Khurrana: બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાને કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ એક્ટરને એક ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો છે, જેમાં કરોડો રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાનો દાવો છે. મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પરંતુ પ્રાથમિક માહિતી પ્રમાણે આ ધમકી ફેક હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ધમકી આપનાર વ્યક્તિએ પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો હોવાનો દાવો કર્યો હતો. પોલીસ હવે આ ઓડિયો ક્લિપની તપાસ કરી રહી છે. ઓડિયોમાં સંભળાતી વ્યક્તિના અવાજનો પોલીસ રેકોર્ડમાં અગાઉથી ઉપલબ્ધ એક આરોપીના વોઈસ સેમ્પલ સાથે ચેક કરવામાં આવી રહ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે આ ધમકી ખરેખર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી આપવામાં આવી છે કે પછી કોઈએ ગેંગના નામનો દુરુપયોગ કર્યો છે.

તુષાર કપૂરને પણ મળી હતી ધમકી

આયુષ્માન ખુરાના પહેલાં એક્ટર તુષાર કપૂરને પણ ધમકીભર્યો ઓડિયો મેસેજ મળ્યો હોવાનો સમાચાર સામે આવ્યો હતો. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ હેરી બોક્સર તરીકે આપી હતી અને કથિત રીતે ખંડણીની માગણી કરી હતી.

પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ તુષાર કપૂરને ધમકી આપનાર વ્યક્તિના અવાજ અને મુંબઈ પોલીસ પાસે રહેલા હેરી બોક્સરના વોઇસ સેમ્પલ વચ્ચે મેળ મળ્યો ન હતો. આથી પોલીસ તપાસ કરી રહી છે કે કોઈ અન્ય વ્યક્તિએ હેરી બોક્સરના નામે ધમકી તો નથી આપી.

ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ બાદ સુરક્ષાની ચિંતા

તમને જણાવી દઈએ કે 18 ઓક્ટોબરની સાંજે એક્ટર ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટના બની હતી. ત્યારબાદ બોલીવુડ કલાકારોને ધમકી મળવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ, તુષાર કપૂરને ધમકી અને હવે આયુષ્માન ખુરાનાને મળેલી કથિત ધમકીને પગલે ફિલ્મ જગતમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

બોલીવુડ કલાકારોની સુરક્ષાની સમીક્ષા કરશે પોલીસ

મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈ પોલીસ બોલીવુડના એવા કલાકારોની સુરક્ષાની સમીક્ષા કરવાની તૈયારી કરી રહી છે, જેમને લોરેન્સ બિશ્નોઈ ગેંગ અથવા અન્ય ગેંગ તરફથી જોખમ હોવાની આશંકા છે. કયા કલાકારોને સુરક્ષા આપવી અને કોની સુરક્ષામાં વધારો કરવો તે અંગે બેઠક યોજાઈ શકે છે. દિવાળી પહેલાં આ સમીક્ષા બેઠક યોજાવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Sanki Movie: ‘સનકી’માં અહાન શેટ્ટી સાથે રોમાન્સ કરશે ‘બોર્ડર 2’ની એક્ટ્રેસ, પાત્ર માટે કરી રહી છે ખાસ તૈયારી