Shraddha Kapoor: શ્રદ્ધા કપૂરની 'ઈઠ્ઠા'એ રિલીઝ પહેલાં રચ્યો ઈતિહાસ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ

Shraddha Kapoor: શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠ્ઠા'ના ગીત 'જી જી રે જી' પર ઘણી મહિલાઓની લાવણી રજૂઆતનો રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયો.
Nancy Shukal
Nancy Shukal
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂરની 'ઈઠ્ઠા'એ રિલીઝ પહેલાં રચ્યો ઈતિહાસShraddha Kapoor: શ્રદ્ધા કપૂરની 'ઈઠ્ઠા'એ રિલીઝ પહેલાં રચ્યો ઈતિહાસ

Shraddha Kapoor: શ્રદ્ધા કપૂરની 'ઈઠ્ઠા'એ રિલીઝ પહેલાં રચ્યો ઈતિહાસ

Shraddha Kapoor: બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ 'ઈઠ્ઠા'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 4 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે, પરંતુ રિલીઝ પહેલાં જ તેને એક ખાસ સિદ્ધિ મેળવી છે. ફિલ્મના પ્રથમ ગીત 'જી જી રે જી'નું નામ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે. પુણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઘણી મહિલાઓએ એકસાથે આ ગીતના હૂક સ્ટેપ પર લાવણી રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

પુણેમાં યોજાયો ખાસ કાર્યક્રમ

પુણેની જીલ યુનિવર્સિટીમાં 'ઈઠ્ઠા'નો પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શ્રદ્ધા કપૂર અને ફિલ્મના નિર્દેશક લક્ષ્મણ ઉટેકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરંપરાગત પોશાકમાં સજ્જ ઘણી મહિલાઓએ એકસાથે 'જી જી રે જી' ગીતના હૂક સ્ટેપ કરીને લાવણીની ભવ્ય રજૂઆત કરી હતી. લગભગ એક મિનિટ સુધી ચાલેલી આ સામૂહિક રજૂઆતને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.

આ કાર્યક્રમમાં એશિયા બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેમને રેકોર્ડની જાહેરાત કરી હતી અને મેડોક ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ તથા કઠપુતળી ક્રિએશન્સ મહારાષ્ટ્રને સન્માનિત કર્યા હતા.

શ્રદ્ધા કપૂર અને ટીમને મળ્યું સર્ટિફિકેટ

એશિયા બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓએ શ્રદ્ધા કપૂર, લક્ષ્મણ ઉટેકર અને ફિલ્મની ટીમને સર્ટિફિકેટ તથા ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે શ્રદ્ધાએ કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓ સાથે ફોટો ક્લિક કરાવ્યા હતા.

શ્રદ્ધા કપૂર આ દરમિયાન એમરાલ્ડ ગ્રીન રંગની પરંપરાગત નૌવારી સાડીમાં જોવા મળી હતી. ટ્રેડિશનલ જ્વેલરી અને કોલ્હાપુરી ચપ્પલ સાથે તેનો લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શ્રદ્ધાએ સ્ટેજ પર ગીતના હૂક સ્ટેપ કરીને લાવણીની ઝલક પણ બતાવી હતી.

વીથાબાઈના જીવનથી પ્રેરિત છે ફિલ્મ

લક્ષ્મણ ઉટેકરના નિર્દેશનમાં બનેલી 'ઈઠ્ઠા' મહારાષ્ટ્રનાં જાણીતા તમાશા અને લાવણી કલાકાર વીથાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરના જીવનથી પ્રેરિત છે. ફિલ્મનું પ્રથમ ગીત 'જી જી રે જી' 17 નવેમ્બરે રિલીઝ થયું હતું.

નિર્દેશક લક્ષ્મણ ઉટેકરે તાજેતરમાં જણાવ્યું હતું કે આ ગીતની તૈયારી માટે શ્રદ્ધાએ પગમાં ચાર-ચાર કિલોના ઘૂંઘરુ પહેરીને રિહર્સલ કર્યું હતું. તેના કારણે તેમના પગમાં સોજો આવ્યો હતો અને મસલ ટિયર પણ થયું હતું. ત્યારબાદ તેમને લગભગ એક મહિના સુધી આરામ કરવો પડ્યો હતો. ગીતની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે. ફિલ્મમાં શ્રદ્ધા સાથે રણદીપ હુડા, સિદ્ધાર્થ જાધવ અને જીશાન અયૂબ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 'ઈઠ્ઠા' 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Sahiba Bali: અર્જુન કપૂરને ડેટ કરી રહી છે સાહિબા બાલી? ગુરુપર્વ પર સાથે શેર કરી તસવીર