Sahiba Bali: અર્જુન કપૂરને ડેટ કરી રહી છે સાહિબા બાલી? ગુરુપર્વ પર સાથે શેર કરી તસવીર

Sahiba Bali: ગુરુપર્વ પર સાહિબા બાલીએ અર્જુન કપૂર સાથેની તસવીર શેર કરી. બંનેના ડેટિંગની ચર્ચાઓ વચ્ચે જાણો અગાઉ ક્યારે સાથે જોવા મળ્યાં હતાં.
Nancy Shukal
Nancy Shukal
Sahiba Bali: અર્જુન કપૂર, સાહિબા બાલી કરી રહ્યા છે ડેટ?Sahiba Bali: અર્જુન કપૂર, સાહિબા બાલી કરી રહ્યા છે ડેટ?

Sahiba Bali: અર્જુન કપૂર, સાહિબા બાલી કરી રહ્યા છે ડેટ?

Sahiba Bali: બોલીવુડ એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ સાહિબા બાલીના સંબંધોને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. ટીવી પ્રેઝન્ટર અને એક્ટ્રેસ સાહિબા બાલીએ ગુરુપર્વના અવસર પર ગુરુદ્વારામાંથી અર્જુન કપૂર સાથેની એક તસવીર શેર કરી હતી. આ તસવીર સામે આવ્યા બાદ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અટકળો તેજ બની છે. પરંતુ બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધોને લઈને સત્તાવાર પુષ્ટિ કરી નથી.

સાહિબાએ આ તસવીર પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી અને તેમાં અર્જુન કપૂરને ટેગ પણ કર્યો હતો. આ તસવીરમાં બંને સાથે પોઝ આપતા જોવા મળે છે. પરંતુ તસવીર કરતાં પણ વધુ ધ્યાન સાહિબાના કેપ્શને ખેંચ્યું હતું. તેને લખ્યું હતું, “મેં તેમના ભાગનો પ્રસાદ પણ ખાઈ લીધો. હેપ્પી ગુરુપર્વ.”

આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ બંનેના સંબંધોને લઈને વિવિધ અટકળો લગાવી રહ્યા છે. કેટલાક લોકો આ પોસ્ટને તેમના સંબંધોનો સોફ્ટ લોન્ચ પણ ગણાવી રહ્યા છે.

અર્જુન અને સાહિબાને અગાઉ પણ સાથે મળ્યા જોવા

અર્જુન અને સાહિબાને અગાઉ પણ સાથે જોવામાં આવ્યાં હતાં. 19 જુલાઈએ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચ દરમિયાન બંને સાથે જોવા મળ્યાં હતાં. મેચ દરમિયાનની તસવીરો અને વીડિયોમાં બંને સ્ટેન્ડ્સમાં સાથે બેઠેલાં નજરે પડ્યાં હતાં.

Arjun Kapoor and Sahiba Bali.webp

આ સિવાય સોશિયલ મીડિયા પર બંને વચ્ચેની વાતચીતે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અર્જુન કપૂરના જન્મદિવસ પર સાહિબાએ તેની તસવીર શેર કરીને લખ્યું હતું, “સૌના બેસ્ટ ફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા. હવે વધુ વજન ન ઘટાડતા, કેક ખાઓ.” આના જવાબમાં અર્જુને લખ્યું હતું, “તમારી સાથે જોડાવાની રાહ જોઈ રહ્યો છું.” તેમની આ વાતચીત બાદ પણ બંનેના સંબંધોને લઈને ચર્ચાઓ થઈ હતી.

ડેટિંગની અફવા પર સાહિબાએ શું કહ્યું હતું?

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની તસવીરો વાયરલ થયા બાદ સાહિબાએ ડેટિંગની ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે અર્જુન કપૂર સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું, “દરેક વાત પર વિશ્વાસ ન કરો.” પરંતુ ગુરુપર્વની નવી તસવીર બાદ ફરી એકવાર બંનેના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ છે.

કોણ છે સાહિબા બાલી?

સાહિબા બાલી એક્ટ્રેસ, ટીવી પ્રેઝન્ટર અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. તે ફિલ્મો, વેબ સિરીઝ અને સ્પોર્ટ્સ સંબંધિત ડિજિટલ કન્ટેન્ટમાં કામ કરી ચૂકી છે. તેના અભિનય પ્રોજેક્ટ્સમાં 'લૈલા મજનૂ', 'બાર્ડ ઓફ બ્લડ', 'તણાવ' અને 'અમર સિંહ ચમકીલા'નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Miss Universe 2026: ભારતની કાજિયા લિઝ મેજો ટોપ-30માં, જાણો કોને જીત્યો તાજ?