Sharvari: શરવરીએ માતાની વર્ષો જૂની ગુલાબી પટોળા સાડીને નવા અંદાજમાં કરી સ્ટાઈલ, કહ્યું- માતાના પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક


Sharvari Wagh
Sharvari: શરવરીએ માતાની વર્ષો જૂની ગુલાબી પટોળા સાડીને નવા અંદાજમાં કરી સ્ટાઈલ, કહ્યું- માતાના પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક


Sharvari Wagh
Sharvari: હાલમાં પોતાની આગામી ફેમિલી એન્ટરટેઈનર યે પ્રેમ મોલ લિયાના પ્રમોશનમાં વ્યસ્ત શરવરીએ તાજેતરમાં પોતાની માતાની અમૂલ્ય ગુલાબી પટોળા સાડીમાંથી તૈયાર કરેલા લુક દ્વારા એક અંગત અને ભાવનાત્મક વાત સૌની સાથે શેર કરી છે.
અભિનેત્રીએ આ ખાસ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેને પોતાના જીવનમાં પ્રેમ અને સહકારનો સૌથી મોટો આધાર રહેલી માતા પ્રત્યેની ખાસ લાગણી ગણાવી હતી.
શરવરી વાઘે શેર કરી તસવીર
આ આઉટફિટ પાછળની કહાની જણાવતાં શરવરીએ ખુલાસો કર્યો કે જ્યારે તેની આઈ (માતાએ) પહેલીવાર તેનું ગીત ઝુમકા પટોળા જોયું હતું, ત્યારે આશીર્વાદ રૂપે આ સાડી તેને ભેટમાં આપી હતી. તેની માતાએ વર્ષો સુધી પહેરેલી અને અનેક સુંદર યાદો સાથે જોડાયેલી આ સાડી પરિવાર માટે ખાસ સ્થાન ધરાવે છે. પોતાના પ્રમોશનલ દેખાવમાં આ સાડીને નવા અંદાજમાં પહેરવાનો અનુભવ અભિનેત્રી માટે વધુ યાદગાર બની ગયો.
View post on Instagram
શરવરી વાઘે કહી આ વાત
આ આઉટફિટ સાથે જોડાયેલી ભાવનાત્મક લાગણી વિશે વાત કરતાં શરવરીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે “જ્યારે મારી આઈએ પહેલીવાર ઝુમકાપટોળા જોયું હતું, ત્યારે તેમની આંખોમાં દેખાતો પ્રેમ અને ગર્વ હું ક્યારેય નહીં ભૂલી શકું. તેમણે આશીર્વાદ રૂપે મને પોતાની સુંદર ગુલાબી પટોળા સાડી આપી હતી!
આ એવી સાડી છે, જે તેમણે વર્ષો સુધી પહેરી છે અને તેની સાથે અનેક સુંદર યાદો જોડાયેલી છે. તેમના માટે આટલી અમૂલ્ય વસ્તુને નવા અંદાજમાં રજૂ કરીને પ્રમોશન દરમિયાન પહેરવાનો અનુભવ મારા માટે ખૂબ જ ખાસ રહ્યો છે.
જૂની તસવીરોમાં તેમને આ સાડી પહેરેલી જોવી અને પછી અમે જે તૈયાર કર્યું તેના પર તેમની પ્રતિક્રિયા જોવી ખરેખર અમૂલ્ય ક્ષણ હતી. તેમની સાડી પહેરવી એટલે જાણે તેમના પ્રેમ અને આશીર્વાદના આવરણમાં લપેટાઈ જવું!”
આ ફિલ્મમાં જોવા મળશે શરવરી વાઘ
આયુષ્માન ખુરાના અને શરવરી સ્ટારર યે પ્રેમ મોલ લિયાનું દિગ્દર્શન સૂરજ બડજાત્યાએ કર્યું છે. આ ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.
આ પણ વાંચો: Salman Khan: કરવાચોથ પર ભણસાલી પ્રોડક્શનની એક પોસ્ટથી થયો વિવાદ, સલમાન-ઐશ્વર્યાની તસવીર જોઈ ગુસ્સે થયા ફેન્સ





