Salman Khan: કરવાચોથ પર ભણસાલી પ્રોડક્શનની એક પોસ્ટથી થયો વિવાદ, સલમાન-ઐશ્વર્યાની તસવીર જોઈ ગુસ્સે થયા ફેન્સ

Salman Khan: કરવાચોથના અવસર પર સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનો ફોટો શેર કરવા બદલ ભણસાલી પ્રોડક્શન્સને જોરદાર ટીકાનો સામનો કરવો પડ્યો છે. ફોટો જોઈ ગુસ્સે ફેન્સ થયા.
Nancy ShuklaUpdated on: 30 Oct 2026 03:43 PM IST
Salman Khan: કરવાચોથ પર ભણસાલી પ્રોડક્શનની એક પોસ્ટથી થયો વિવાદ, સલમાન-ઐશ્વર્યાની તસવીર જોઈ ગુસ્સે થયા ફેન્સSalman Khan: કરવાચોથ પર ભણસાલી પ્રોડક્શનની એક પોસ્ટથી થયો વિવાદ, સલમાન-ઐશ્વર્યાની તસવીર જોઈ ગુસ્સે થયા ફેન્સ

Salman Khan - Aishwarya Rai

Salman Khan: બોલીવુડના પોપ્યુલર કલાકારો સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની જોડી આજે પણ ફેન્સના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં બંનેની કેમેસ્ટ્રી અને રોમેન્ટિક દૃશ્યો આજે પણ યાદ કરવામાં આવે છે. ખાસ કરીને ફિલ્મમાં કરવાચોથ સાથે જોડાયેલો ચાંદનો સીન અને તેનાં ગીતો તહેવારના સમયે ફરી ચર્ચામાં આવે છે. પરંતુ આ વખતે કરવાચોથના અવસર પર શેર કરવામાં આવેલી એક પોસ્ટને કારણે સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે.

ભણસાલી પ્રોડક્શનની પોસ્ટથી કેમ નારાજ થયા ફેન્સ?

કરવાચોથના અવસર પર સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસ 'ભણસાલી પ્રોડક્શન્સ' દ્વારા ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માંથી સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની એક સુંદર તસવીર શેર કરવામાં આવી હતી. આ તસવીરમાં બંને કલાકારો ચાંદની રાતના યાદગાર દૃશ્યમાં જોવા મળે છે.

આ તસવીર સાથે પ્રોડક્શન હાઉસે કેપ્શનમાં લખ્યું હતું, "કેટલીક તસવીરો, કેટલીક યાદો અને પ્રેમની એક સુંદર કહાની! હેપી કરવાચોથ." પોસ્ટમાં સલમાન અને ઐશ્વર્યા બંનેને ટેગ પણ કરવામાં આવ્યા હતા.

View post on Instagram

સોશિયલ મીડિયા પર યુઝર્સે વ્યક્ત કર્યો ગુસ્સો

આ પોસ્ટ સામે આવ્યા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ બંને કલાકારોના ભૂતકાળના અંગત સંબંધોને ધ્યાનમાં રાખીને આવી તસવીર શેર કરવી અને બંનેને ટેગ કરવા યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું.

કેટલાક યુઝર્સે તો આ પોસ્ટને 'Pure Evil' કહીને પ્રોડક્શન હાઉસની ટીકા કરી હતી. ફેન્સનું કહેવું હતું કે કલાકારોના અંગત જીવન અને ભૂતકાળને ધ્યાનમાં રાખીને આવી પોસ્ટથી દૂર રહેવું જોઈએ.

પરંતુ કેટલાક ફેન્સે આ તસવીરને માત્ર ફિલ્મના સમીર અને નંદિનીની યાદગાર પ્રેમકથા તરીકે જોઈ હતી. આમ કરવાચોથના તહેવાર પર શેર કરવામાં આવેલી એક જૂની ફિલ્મની તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ પણ વાંચો: Ind Vs NZ: ગ્લેન ફિલિપ્સે 46 બોલમાં ફટકારી સદી, બ્રેસવેલે પણ મચાવી ધૂમ, ન્યૂઝીલેન્ડે ભારતને આપ્યો 260 રનનો ટાર્ગેટ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.