Janhvi Kapoor: જાહ્નવી કપૂરે વીર પહાડિયાને આપી ખાસ સલાહ, કહ્યું- 'ગર્લફ્રેન્ડને ક્યારેય કોન્સર્ટમાં ન લઈ જાય...'


Janhvi Kapoor
Janhvi Kapoor: જાહ્નવી કપૂરે વીર પહાડિયાને આપી ખાસ સલાહ, કહ્યું- 'ગર્લફ્રેન્ડને ક્યારેય કોન્સર્ટમાં ન લઈ જાય...'


Janhvi Kapoor
Janhvi Kapoor: બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાના એક નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. કરણ જોહરના પોપ્યુલર ચેટ શો ‘કોફી વિથ કરણ’માં જાહ્નવીએ એક્ટર વીર પહાડિયાને ડેટિંગ અંગે એક સલાહ આપી હતી. તેને માત્ર એટલું કહ્યું હતું કે, 'તેને ક્યારેય કોન્સર્ટમાં ન લઈ જતો.' જાહ્નવીની આ કોમેન્ટને સોશિયલ મીડિયા યુઝર્સ વીરની પૂર્વ પ્રેમિકા તારા સુતારિયા અને ગાયક એપી ઢિલ્લોનના મુંબઈ કોન્સર્ટ સાથે જોડીને જોઈ રહ્યા છે. કેટલાક લોકોએ આ કોમેન્ટને અન્ય મહિલા પર કટાક્ષ ગણાવી છે. પરંતુ જાહ્નવીએ આ નિવેદન પાછળનું કારણ સ્પષ્ટ કર્યું નથી.
જાહ્નવીના એક વાક્યથી સોશિયલ મીડિયા પર કેમ શરૂ થયો વિવાદ?
‘કોફી વિથ કરણ’ના રેપિડ-ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે જાહ્નવી કપૂરને પૂછ્યું હતું કે તે વીર પહાડિયાને ડેટિંગ અંગે કઈ સલાહ આપવા માગશે. તેના જવાબમાં જાહ્નવીએ કહ્યું કે‘કોન્સર્ટમાં ક્યારેય ન લઈ જતો.’
આ જવાબ સાંભળીને કરણ જોહર, વરુણ ધવન અને શોમાં હાજર અર્જુન કપૂરની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી હતી. ત્યારબાદ જાહ્નવીની કોમેન્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી.
View post on Instagram
કેટલાક યુઝર્સને આ જવાબ મજાકિયા લાગ્યો હતો, જ્યારે અન્ય લોકોએ તેની ટીકા કરી હતી. કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે મનોરંજન માટે કોઈ બીજી મહિલાને મજાકનો વિષય બનાવવો કેટલું યોગ્ય છે. પરંતુ આ કોમેન્ટનો અર્થ શું હતો તેને લઈને જાહ્નવી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
તારા સુતારિયા અને એપી ઢિલ્લોનના કોન્સર્ટ સાથે શું છે કનેક્શન?
જાહ્નવીના નિવેદનને તારા સુતારિયા અને વીર પહાડિયાના સંબંધ સાથે જોડવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ બંનેએ 2025ની શરૂઆતમાં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યાં હતાં અને ઈટાલીમાં સાથે રજાઓ માણ્યાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જુલાઈ 2025માં બંનેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના સંબંધને જાહેર કર્યો હતો. પરંતુ આશરે 6 મહિના બાદ બંનેના અલગ થવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. તેમના સંબંધો તૂટવાનું ચોક્કસ કારણ બંનેમાંથી કોઈએ જાહેર કર્યું ન હતું.
ડિસેમ્બર 2025માં તારા સુતારિયા એપી ઢિલ્લોનના મુંબઈ કોન્સર્ટમાં તેની સાથે સ્ટેજ પર જોવા મળી હતી. આ દરમિયાન સિંગરે તારાને ગળે લગાવી હતી અને તેના ગાલ પર કિસ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ બંનેની નિકટતા અને વીર પહાડિયાની પ્રતિક્રિયાને લઈને અનેક અટકળો શરૂ થઈ હતી.
વાયરલ વીડિયો અંગે વીર અને તારાએ શું કહ્યું હતું?
કોન્સર્ટની ઘટના બાદ એક અન્ય વીડિયો પણ વાયરલ થયો હતો, જેને કેટલાક લોકોએ વીરની નારાજગી સાથે જોડ્યો હતો. પરંતુ વીર પહાડિયાએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તેની પ્રતિક્રિયા તરીકે દર્શાવવામાં આવતો વીડિયો કોન્સર્ટના બીજા ભાગનો હતો.
બીજી તરફ, તારાએ પણ પોતાના વિશે ફેલાતી વાતો સામે વાંધો ઉઠાવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ તેણે ખોટી વાતો અને પેઈડ પીઆર અભિયાન અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોન્સર્ટના વીડિયોથી તારા અને વીરના સંબંધ અંગે કરવામાં આવેલા દાવાઓની પુષ્ટિ થઈ ન હતી. તેમ છતાં આ મામલો લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો.
હવે જાહ્નવીના નિવેદન બાદ આ જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. પરંતુ જાહ્નવીએ પોતાના જવાબમાં તારાનું નામ લીધું ન હતું. તેથી તેની કોમેન્ટ સીધી રીતે તારા પર કરવામાં આવી હતી એવું માનવું હાલ માત્ર અટકળ છે.
જાહ્નવી કપૂરની આગામી ફિલ્મો
વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર પોતાની આગામી ફિલ્મોને લઈને પણ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ તે ટાઈગર શ્રોફ અને લક્ષ્ય સાથે ફિલ્મ ‘લગ જા ગલે’માં જોવા મળી શકે છે. રાજ મહેતાના દિગ્દર્શન અને ધર્મા પ્રોડક્શન્સના સહયોગથી બની રહેલી આ એક્શન ફિલ્મ 2027ના ઉનાળામાં રિલીઝ થવાની શક્યતા છે.
આ સિવાય જાહ્નવી એટલીના દિગ્દર્શનમાં બની રહેલી અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ અભિનીત સાયન્સ-ફિક્શન એક્શન ફિલ્મ ‘રાકા’ સાથે પણ જોડાયેલી હોવાની ચર્ચા છે. આ ફિલ્મનું નિર્માણ સન પિક્ચર્સ કરી રહ્યું છે. હાલમાં ‘કોફી વિથ કરણ’માં જાહ્નવીના એક વાક્યે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નવી ચર્ચા શરૂ કરી છે. પરંતુ તારા સુતારિયાને નિશાન બનાવવાનો તેનો ઈરાદો હતો કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો: Ramayana: 'રામાયણ'નું નવું ગીત 'જુડી જોડી' રિલીઝ, રામ-સિતાના પ્રેમમાં જોવા મળ્યા રણબીર કપૂર અને સાઈ પલ્લવી





