Ramayana: 'રામાયણ'નું નવું ગીત 'જુડી જોડી' રિલીઝ, રામ-સિતાના પ્રેમમાં જોવા મળ્યા રણબીર કપૂર અને સાઈ પલ્લવી

Ramayana: 'રામાયણ'નું "જુડી જોડી" ગીત કરવાચોથ પર રિલીઝ થયું હતું. એ.આર. રહેમાન દ્વારા સંગીત અને કુમાર વિશ્વાસ દ્વારા લખાયેલા શબ્દો સાથે આ ગીત રામ અને સીતાના પ્રેમને દર્શાવે છે.
Nancy ShuklaUpdated on: 29 Oct 2026 05:36 PM IST
Ramayana: 'રામાયણ'નું નવું ગીત 'જુડી જોડી' રિલીઝ, રામ-સિતાના પ્રેમમાં જોવા મળ્યા રણબીર કપૂર અને સાઈ પલ્લવીRamayana: 'રામાયણ'નું નવું ગીત 'જુડી જોડી' રિલીઝ, રામ-સિતાના પ્રેમમાં જોવા મળ્યા રણબીર કપૂર અને સાઈ પલ્લવી

Ramayana

Ramayana: ફિલ્મ 'રામાયણ'નું નવું ગીત 'જુડી જોડી' કરવાચોથના અવસરે રિલીઝ કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામ અને માતા સીતાના પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ પર આધારિત આ ગીતમાં તેમના લગ્નના સુંદર પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે. રણબીર કપૂર અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં અભિનય કરી રહ્યાં છે. ગીતને સંગીત એ.આર. રહેમાને આપ્યું છે, જ્યારે તેના હિન્દી ગીતના શબ્દો ડો. કુમાર વિશ્વાસે લખ્યા છે.

પાંચ ભાષામાં રિલીઝ થયું ગીત

‘જુડી જોડી’ ગીતને હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે. તેના હિન્દી વર્ઝનને શ્રેયા ઘોષાલે અવાજ આપ્યો છે. તમિલમાં હીર, તેલુગુમાં સિરિષા ભગવતુલા, મલયાલમમાં અમૃતા સુરેશ અને કન્નડમાં પૂજા વૈદ્યનાથે ગીત ગાયું છે.

અલગ-અલગ ભાષાઓમાં ગીતના શબ્દો તૈયાર કરવા માટે સ્થાનિક ગીતકારોએ પણ યોગદાન આપ્યું છે. ગીતને વર્લ્ડ ઓફ રામાયણમ અને ટી-સિરીઝની સત્તાવાર યુટ્યુબ ચેનલો પર રજૂ કરવામાં આવ્યું છે.

View post on Instagram

રણબીર શ્રીરામ અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં મળશે જોવા

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવી રહ્યાં છે. યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રાઈમ ફોકસ સ્ટુડિયોઝ, DNEG અને મોન્સ્ટર માઈન્ડ ક્રિએશન્સ જોડાયેલી છે.

બે ભાગમાં રિલીઝ થશે ફિલ્મ

'રામાયણ'નો પ્રથમ ભાગ 5 નવેમ્બર, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાનો છે, જ્યારે બીજા ભાગને દિવાળી 2027ના અવસરે રજૂ કરવાની યોજના છે. ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં તેમજ IMAX ફોર્મેટમાં પણ રજૂ થવાની છે. ‘જુડી જોડી’ની રિલીઝ સાથે ફિલ્મના સંગીતને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી છે. હવે આ ગીતને ફેન્સ તરફથી કેવો પ્રતિસાદ મળે છે, તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: Bigg Boss 20: ક્યારે થશે સલમાન ખાનના શોનું ગ્રાન્ડ ફિનાલે? જાણો તારીખ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.