Sharvari: ‘ઝુમકા પટોલા’ની 10 લાખથી વધુ રીલ્સ વાયરલ થતાં શરવરી થઈ ખુશ, બોલી- 'મારા ગીતો માટે હું નસીબદાર છું...'

Sharvari: શરવરીના ગીત ‘ઝુમકા પટોલા’ પર ઈન્સ્ટાગ્રામમાં 10 લાખથી વધુ રીલ્સ બની છે અને યુટ્યુબ પર 135 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. શરવરીએ આ વિશે પ્રતિક્રિયા આપી છે.
Nancy Shukal
Nancy Shukal
Sharvari: ‘ઝુમકા પટોલા’ની 10 લાખ રીલ્સ પર શરવરીની પ્રતિક્રિયાSharvari: ‘ઝુમકા પટોલા’ની 10 લાખ રીલ્સ પર શરવરીની પ્રતિક્રિયા

Sharvari: ‘ઝુમકા પટોલા’ની 10 લાખ રીલ્સ પર શરવરીની પ્રતિક્રિયા

Sharvari: બોલીવુડ એક્ટ્રેસ શરવરીના ગીતો સોશિયલ મીડિયા પર સતત પોપ્યુલારિટી મેળવી રહ્યાં છે. તેના તાજેતરના ગીત ‘ઝુમકા પટોલા’એ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ગીત પર ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ રીલ્સ બની ચૂકી છે, જ્યારે યુટ્યુબ પર તેને 135 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. ગીત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ ઓડિયો બની ગયું છે અને લોકો તેના પર ડાન્સ વીડિયો કરી રહ્યા છે.

‘ઝુમકા પટોલા’ને મળી રહેલા આ પ્રતિસાદથી શરવરી પણ ખુશ છે. ગીતની સફળતા વિશે વાત કરતાં તેણે કહ્યું કે “મારા સાથે જોડાયેલા ગીતોની બાબતમાં હું ખરેખર ખૂબ નસીબદાર રહી છું. ‘ઝુમકા પટોલા’ને દરેક વર્ગના દર્શકો તરફથી જે પ્રેમ અને પ્રશંસા મળી રહી છે, તે જોવું ખરેખર ખાસ છે.”

શરવરીએ વધુમાં જણાવ્યું કે તેને સૌથી વધુ ખુશી એ વાતની છે કે ગીતે પોતાની અલગ ઓળખ બનાવી છે. લોકો ગીતને અપનાવી રહ્યા છે, તેના પર ડાન્સ કરી રહ્યા છે અને પોતાની આગવી સ્ટાઈલમાં તેની રિક્રિએશન બનાવી રહ્યા છે. તેના મતે, દરેક રિક્રિએશન ગીતમાં નવી એનર્જી અને અલગ અંદાજ ઉમેરે છે. શરવરીને સોશિયલ મીડિયા પર આવી રીલ્સ જોવાનું પણ ખૂબ પસંદ છે.

‘તરાસ’, ‘હાં કે હાં’ અને ‘મસ્કારા’ને પણ મળ્યો પ્રેમ

‘ઝુમકા પટોલા’ પહેલાં શરવરીનાં ‘તરાસ’, ‘હાં કે હાં’ અને ‘મસ્કારા’ જેવા ગીતોને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. સંગીત સાથેના પોતાના જોડાણ વિશે એક્ટ્રેસે કહ્યું કે તેના માટે સૌથી સુંદર અનુભવ ત્યારે થાય છે, જ્યારે કોઈ ગીત સ્ક્રીનથી આગળ વધીને લોકોના જીવન, ઉજવણી અને રોજિંદા પળોનો ભાગ બની જાય છે.

તેણે આ ગીતોને મળેલા પ્રેમ અને લાગણી બદલ દર્શકોનો આભાર માન્યો હતો. આ સાથે જ ભવિષ્યમાં પણ એવા સંગીતનો ભાગ બનવાની આશા વ્યક્ત કરી હતી, જે લોકોને ડાન્સ કરવા અને ઉજવણી કરવાની વધુ તકો આપે.

‘યે પ્રેમ મોલ લિયા’માં આયુષ્માન સાથે જોવા મળશે શરવરી

વર્કફ્રન્ટની વાત કરીએ તો શરવરી આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’માં એક્ટર આયુષ્માન ખુરાના સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન સૂરજ આર. બડજાત્યાએ કર્યું છે. રાજશ્રી પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ 27 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: AICWA: ફવાદ ખાન-માહિરા ખાનની પાકિસ્તાની વેબ સિરીઝ પર ભારતમાં પ્રતિબંધની માગ, PM મોદીને લખ્યો પત્ર