Shah Rukh Khan: શાહી લગ્નમાં શાહરુખ ખાને લુંગી પહેરીને કર્યો ધમાકેદાર ડાન્સ, સોનુ નિગમે પણ મચાવી ધૂમ, જુઓ VIDEO

Shah Rukh Khan: બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન જ્યાં પણ જાય છે ત્યાં પોતાની આગવી અદાથી મહેફિલ લૂંટી લે છે. હાલમાં જ ઉદયપુરમાં એક શાહી લગ્ન સેરેમનીમાં તેમની હાજરીએ ધૂમ
Nancy Shukal
Nancy Shukal
Shah Rukh Khan: શાહરુખ ખાને 'લુંગી ડાન્સ' પર જોરદાર ડાન્સShah Rukh Khan: શાહરુખ ખાને 'લુંગી ડાન્સ' પર જોરદાર ડાન્સ

Shah Rukh Khan: શાહરુખ ખાને 'લુંગી ડાન્સ' પર જોરદાર ડાન્સ

Shah Rukh Khan: બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન જ્યાં પણ જાય છે ત્યાં પોતાની આગવી અદાથી મહેફિલ લૂંટી લે છે. હાલમાં જ ઉદયપુરમાં એક શાહી લગ્ન સેરેમનીમાં તેમની હાજરીએ ધૂમ મચાવી હતી. શાહરુખ ખાનની સાથે જાણીતા સિંગર સોનુ નિગમ પણ આ લગ્નપ્રસંગમાં પહોંચ્યા હતા. લગ્નના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને કલાકારો મહેમાનોનું મનોરંજન કરતા જોવા મળે છે.

શાહરુખ ખાન બુધવારે સાંજે ઉદયપુર પહોંચ્યા હતા. વાયરલ વીડિયોમાં તેઓ વરરાજા સાથે મસ્તી કરતા જોવા મળે છે. એક વીડિયોમાં શાહરુખ વરરાજા પાસે પોતાનો લોકપ્રિય બાહો ફેલાવવાનો સિગ્નેચર પોઝ પણ કરાવતો જોવા મળે છે. આ દરમિયાન સ્ટેજ પર સોનુ નિગમ પણ હાજર હતો. તેને પોતાના સુરીલા અવાજથી લગ્નની મહેફિલમાં ચાર ચાંદ લગાવ્યા હતા. શાહરુખ ખાન સોનુ નિગમને ગળે મળતા પણ જોવા મળ્યા હતા.

'ચેન્નઈ એક્સપ્રેસ'ના ગીત પર શાહરુખનો લુંગી ડાન્સ

લગ્ન સેરેમનીનો વધુ એક વીડિયો ખાસ ચર્ચામાં છે. તેમાં શાહરુખ ખાન પોતાની લોકપ્રિય ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ'ના ગીત 'લુંગી ડાન્સ' પર ડાન્સ કરતો જોવા મળે છે. તેને પેન્ટની ઉપર લુંગી બાંધીને જોરદાર ડાન્સ કર્યો હતો. સ્ટેજ પર તેમની સાથે અન્ય લોકો પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. શાહરુખના આ અંદાજને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Latest King Shah Rukh Khan dancing on Lungi Dance song at private wedding ceremony 🔥

#ShahRukhKhan #KING #SRK #Udaipur #TeamSRKAryanKnights https://t.co/3zGWHprEbw</p>&mdash; Team SRK Aryan Knights Fan Club (@srkaryanknights) <a href="https://x.com/srkaryanknights/status/2125773490343366893?ref_src=twsrc%5Etfw">November 26, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

ફિલ્મ 'કિંગ'ને લઈને પણ ચર્ચામાં શાહરુખ

બીજી તરફ શાહરુખ ખાન પોતાની આગામી ફિલ્મ 'કિંગ'ને લઈને પણ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મનું ટ્રેલર 14 ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે અને તેના 10 દિવસ બાદ એટલે કે 24 ડિસેમ્બરે ફિલ્મ થિયેટરમાં આવી શકે છે. પરંતુ આ તારીખો અંગે સત્તાવાર જાહેરાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ એક્શન ફિલ્મમાં શાહરુખ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે અભિષેક બચ્ચન વિલનની ભૂમિકા ભજવશે. શાહરુખની પુત્રી સુહાના ખાન પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા સુહાના મોટા પડદા પર ડેબ્યૂ કરશે.

ફિલ્મમાં અનિલ કપૂર, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, રાની મુખર્જી અને જયદીપ અહલાવત પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. હવે ફિલ્મ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર કેવો પ્રતિસાદ મળે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Tara Sutaria: તારા સુતરિયાના બર્થડે વીડિયો પર એક્સ બોયફ્રેન્ડ વીર પહાડિયાએ કરી કોમેન્ટ, બંનેનું થયું પેચઅપ?