Sharad Kapoor: ‘જોશ’ ફેમ એક્ટર શરદ કપૂરની મદદે આવ્યા સલમાન ખાન અને સોનૂ સૂદ


Sharad Kapoor: શરદ કપૂરની મદદે આવ્યા સલમાન ખાન, સોનૂ સૂદ
Sharad Kapoor: ‘જોશ’ ફેમ એક્ટર શરદ કપૂરની મદદે આવ્યા સલમાન ખાન અને સોનૂ સૂદ


Sharad Kapoor: શરદ કપૂરની મદદે આવ્યા સલમાન ખાન, સોનૂ સૂદ
Sharad Kapoor: બોલીવુડ એક્ટર શરદ કપૂર છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. 'જોશ' સહિત અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલો શરદ કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ પગમાં ઈજા હોવાને કારણે વોકરની મદદથી ચાલતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તેઓ ઈમોશનલ પણ જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ તેના ફેન્સ ચિંતિત થઈ ગયા હતા. એક્ટર સલમાન ખાન અને સોનૂ સૂદ તેમની મદદ માટે આગળ આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
સલમાન ખાને શરદ કપૂરનો સંપર્ક કર્યો
મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાને શરદ કપૂરનો સંપર્ક કરીને તેના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી. આ સાથે જ તેને શરદને મદદ કરવાની ખાતરી પણ આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન તેની આર્થિક મદદ કરી રહ્યા છે. બીજી તરફ એક્ટર સોનૂ સૂદે શરદના પગની ઈજાની સારવાર માટે મેડિકલ ટીમ મોકલી હોવાનું પણ સામે આવ્યું છે.
શરદ કપૂરને આર્થિક મદદ નહીં, કામની છે જરૂર
શરદ કપૂરને આર્થિક મુશ્કેલી હોવાની ચર્ચા વચ્ચે તેને સ્પષ્ટતા કરી છે કે તેને પૈસાની કોઈ તકલીફ નથી. તેની મુખ્ય જરૂરિયાત કામ મેળવવાનું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેને ઈમોશનલ જોઈને લોકો એવું માની બેઠા હતા કે તેઓ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. પરંતુ એક્ટરે આ વાતને નકારી કાઢી છે.
શું છે વાયરલ વીડિયો પાછળની હકીકત?
વાસ્તવમાં ફૂટબોલ રમતી વખતે શરદ કપૂરના પગમાં ઈજા થઈ હતી. ઈજાને કારણે તેઓ પોતાના પેટ ડોગ્સની યોગ્ય રીતે સંભાળ રાખી શકતા ન હતા. તેથી તેને પોતાની મિત્ર હેમાની મદદથી થોડા સમય માટે પેટ ડોગ્સને શેલ્ટર હોમમાં મોકલી દીધા. આ દરમિયાનનો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
મીડિયા સાથે વાત કરતાં શરદે જણાવ્યું હતું કે તેને ઘર સાફ કરવા માટે પણ કોઈ વ્યક્તિ મળી રહી નથી અને હાલમાં આ જ તેની મુખ્ય સમસ્યા છે. તેને કહ્યું કે હેમાએ તેના પેટ ડોગ્સને શેલ્ટર હોમમાં રાખવાની જવાબદારી સંભાળી છે અને થોડા દિવસોમાં તેઓ ફરી ઘરે પરત આવી જશે.
આ પણ વાંચો: Shilpa Shetty: 'બિગ બોસ'નું સ્થાન લેશે નવો રિયાલિટી શો 'પ્યાર કા પ્રેશર કુકર', શિલ્પા શેટ્ટી કરશે હોસ્ટ




