Shahid Kapoor: સૈફ અલી ખાને શાહિદ કપૂરને કર્યું હગ, જોવા મળ્યું ખાસ બોન્ડિંગ, જુઓ VIDEO

Shahid Kapoor: સૈફ અલી ખાન અને શાહિદ કપૂરનો એકબીજાને ગળે મળતો વીડિયો વાયરલ થયો છે. કરીના કપૂર સાથેના જૂના સંબંધને કારણે આ મુલાકાત ચર્ચામાં છે.
Nancy Shukal
Nancy Shukal
Shahid Kapoor: સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે મળ્યોShahid Kapoor: સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે મળ્યો

Shahid Kapoor: સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે મળ્યો

Shahid Kapoor: બોલીવુડના બે જાણીતા એક્ટર સૈફ અલી ખાન અને શાહિદ કપૂર હાલમાં તેમની એક મુલાકાતને કારણે ચર્ચામાં છે. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને એકબીજાને મળતા અને લાંબા સમય સુધી વાતચીત કરતા જોવા મળે છે. આ મુલાકાતે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે, કારણ કે શાહિદ કપૂર એક સમયે સૈફની પત્ની કરીના કપૂર ખાન સાથે રિલેશનશિપમાં હતો. બંનેને મળતા જોઈને ફેન્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો તેમને 'OG કૂલ બોય્ઝ' ગણાવ્યા છે.

યલો લક્ઝરી કારમાં પહોંચ્યો સૈફ અલી ખાન

વાયરલ વીડિયોમાં સૈફ અલી ખાન વ્હાઈટ શર્ટ અને જીન્સમાં જોવા મળે છે. તે પોતાની યલો કલરની MG સાયબરસ્ટર ઈલેક્ટ્રિક કન્વર્ટિબલ કારમાં ત્યાં પહોંચે છે. બીજી તરફ શાહિદ કપૂર બ્લૂ સ્લીવલેસ ટી-શર્ટ અને મેચિંગ ટ્રાઉઝરમાં કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળે છે.

બંને એક્ટર પહેલાં એકબીજાનું અભિવાદન કરે છે અને ત્યારબાદ ઊભા રહીને વાતચીત કરવા લાગે છે. આ દરમિયાન સૈફ શાહિદને ગળે પણ લગાવે છે. આસપાસ હાજર પાપારાઝી તેમની તસવીરો અને વીડિયો ઉતારે છે. વાતચીત બાદ બંને એકબીજાને અલવિદા કહીને પોતપોતાના રસ્તે નીકળી જાય છે.

કરીના સાથેના જૂના સંબંધને લઈને પણ ચર્ચા

શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન એક સમયે બોલીવુડનાં ચર્ચિત કપલ્સમાં સામેલ હતાં. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા, પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થયું હતું. ત્યારબાદ કરીનાએ વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં હતાં. બીજી તરફ શાહિદે વર્ષ 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.

View post on Instagram

હવે બંને એક્ટર પોતાની પારિવારિક જિંદગીમાં આગળ વધી ચૂક્યા છે. આવી સ્થિતિમાં સૈફ અને શાહિદને આ અંદાજમાં મળતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેમનાં વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફેન્સની મજેદાર પ્રતિક્રિયાઓ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સે અલગ-અલગ કોમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું કે આ જોઈને સારું લાગ્યું, કારણ કે તે દર્શાવે છે કે આ ઘટનાથી જોડાયેલા તમામ લોકો પોતાની જિંદગીમાં આગળ વધી ગયા છે અને તેમની વચ્ચે કોઈ મનદુઃખ નથી. અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું છે કે 'પટૌડી પરિવાર શાંતિ યાત્રા પર નીકળ્યો છે શું?' જ્યારે એક યુઝરે બંનેને 'ધ OG કૂલ બોય્ઝ આર બેક' ગણાવ્યા હતા. પરંતુ વીડિયોમાં બંને વચ્ચે કયા વિષય પર વાતચીત થઈ તે સ્પષ્ટ થયું નથી.

ફિલ્મ 'રંગૂન'માં સાથે કામ કરી ચૂક્યા છે સૈફ અને શાહિદ

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને શાહિદ કપૂર વર્ષ 2017માં આવેલી વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'રંગૂન'માં સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં કંગના રનૌત પણ મહત્વની ભૂમિકામાં હતી. ફિલ્મની રિલીઝ પહેલાં શાહિદે સૈફને પ્રોફેશનલ એક્ટર ગણાવ્યા હતા અને તેમની સાથે કામ કરવાનો અનુભવ સારો હોવાનું જણાવ્યું હતું. હવે વર્ષો બાદ બંનેની આ મુલાકાત ફરી ચર્ચામાં આવી છે.

આ પણ વાંચો: Ramayana: ‘રામાયણ’એ કર્ણાટકમાં રચ્યો ઇતિહાસ, ધુરંધર 2 અને બાહુબલી 2ને છોડ્યાં પાછળ