Sharad Kapoor: સલમાન ખાને મદદનો હાથ લંબાવ્યો! શરદ કપૂરે કર્યો ખુલાસો

Sharad Kapoor: શરદ કપૂરે ખુલાસો કર્યો કે સલમાન ખાન અને સોનુ સૂદ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા છે. અભિનેતાને જાન્યુઆરી 2027 સુધીમાં ફરી કામ શરૂ કરવાની આશા છે.
Nancy Shukal
Nancy Shukal
Sharad Kapoor: સલમાન ખાને શરદ કપૂરને કરી મદદ!Sharad Kapoor: સલમાન ખાને શરદ કપૂરને કરી મદદ!

Sharad Kapoor: સલમાન ખાને શરદ કપૂરને કરી મદદ!

Sharad Kapoor: બોલીવુડ એક્ટર શરદ કપૂર છેલ્લા કેટલાક સમયથી પોતાની ખરાબ તબિયતને કારણે ચર્ચામાં છે. તેની હાલત અંગે સામે આવેલી વિગતો બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક લોકો તેની મદદ માટે આગળ આવ્યા છે. એક્ટરની મિત્ર હેમા ચૌધરીએ પણ તેમના મુશ્કેલ સમય વિશે કેટલીક વાતો જણાવી હતી. હવે શરદ કપૂરે ખુલાસો કર્યો છે કે સલમાન ખાન અને સોનુ સૂદ સહિત ઈન્ડસ્ટ્રીના લોકો તેમને સહકાર આપી રહ્યા છે.

IANS સાથેની વાતચીતમાં શરદ કપૂરે જણાવ્યું કે સલમાન ખાને તેને ફોન કરીને મદદની ખાતરી આપી હતી. સલમાન ખાને કહ્યું હતું કે, "કોઈ જરૂર હોય તો પ્લીઝ મને ફોન કરજે." તેના જવાબમાં શરદે કહ્યું કે જો તેમને કોઈ વસ્તુની જરૂર પડશે તો તેઓ ચોક્કસ સલમાનનો સંપર્ક કરશે.

આ ઉપરાંત શરદ કપૂરે એક્ટર સોનુ સૂદના પણ વખાણ કર્યા હતા. તેને સોનુને પોતાના માટે સાચા ભાઈ સમાન ગણાવ્યા હતા. શરદના જણાવ્યા અનુસાર, સોનુને માત્ર એક ફોન કરવાથી તેઓ મદદ માટે તરત હાજર થઈ જાય છે અને જે વસ્તુની જરૂર હોય તે પહોંચાડે છે.

પાલતુ શ્વાનના નિધન બાદ ઉદાસ રહેવા લાગ્યા હતા શરદ કપૂર

શરદ કપૂરે તાજેતરની વાતચીતમાં જણાવ્યું કે હવે તેમની તબિયત સારી છે. તેને ખુલાસો કર્યો કે પોતાના પાલતુ શ્વાનના નિધન બાદ તેઓ ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા હતા. આ કારણે તેના જીવનમાં મુશ્કેલ સમય આવ્યો હતો.

એક્ટરે વધુમાં જણાવ્યું કે તે 3 થી 4 વર્ષ સુધી ન્યૂયોર્કમાં રહ્યો હતો. ભારત પરત ફર્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તેને સહકાર આપ્યો છે. હવે શરદ કપૂરને આશા છે કે તેઓ જાન્યુઆરી 2027 સુધીમાં ફરીથી કામ શરૂ કરી શકશે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Mumbai, Maharashtra: Actor Sharad Kapoor says, &quot;Absolutely fine. It's just that I was a little sad, so I felt a bit down because my dogs had passed away. So, I was a little low and all, but everything right now is fine. No, no, I was not feeling I wasn't in the mood, so I was not here; I was in New York for like three, four years, but after coming back now, I've received a lot of support from the film industry. I got a call from Ahmed sahab, from Rohit sahab—Rohit Shetty sahab called. So, I'm very thankful...&quot;</p>&mdash; IANS (@ians_india) <a href="https://x.com/ians_india/status/2122718105130635729?ref_src=twsrc%5Etfw">November 17, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

આ ફિલ્મોથી મળી હતી શરદ કપૂરને ઓળખ

શરદ કપૂરે વર્ષ 1994માં ફિલ્મ 'મેરા પ્યારા ભારત'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તેને સૌથી વધુ ઓળખ મહેશ ભટ્ટની ફિલ્મ 'દસ્તક' (1996)થી મળી હતી. આ ફિલ્મમાં તેઓ સુષ્મિતા સેન સાથે જોવા મળ્યા હતા.

ત્યારબાદ વર્ષ 2000માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ 'જોશ'માં પ્રકાશ શર્મા નામના વિલનના પાત્રથી તેને ખાસ લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મમાં તેના અભિનય માટે તેને ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ એક્ટર ઈન નેગેટિવ રોલ કેટેગરીમાં નોમિનેશન પણ મળ્યું હતું.

તેમની અન્ય જાણીતી ફિલ્મોમાં 'તમન્ના', 'હથિયાર', 'જાની દુશ્મન: એક અનોખી કહાની', 'ક્યોંકિ... મૈં જૂઠ નહીં બોલતા', 'એલઓસી: કારગિલ' અને ફરહાન અખ્તરની 'લક્ષ્ય'નો સમાવેશ થાય છે. 'લક્ષ્ય'માં તેને મેજર વિનોદ સેનગુપ્તાની ભૂમિકા ભજવી હતી. શરદ કપૂરે સલમાન ખાન સાથે 'યે હૈ જલવા' અને 'જય હો' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિન્દી ફિલ્મો સિવાય તેઓ બંગાળી સિનેમામાં પણ પોતાની અભિનય ક્ષમતા બતાવી ચૂક્યા છે.

આ પણ વાંચો: Prince William: પ્રિન્સ વિલિયમે ધર્મા પ્રોડક્શન્સ સ્ટુડિયોની લીધી મુલાકાત, સૈફ-કરીનાએ કર્યું સ્વાગત