Monster: 'મોન્સ્ટર'માં સલમાન ખાનની મુશ્કેલીઓ વધારશે નયનતારા! પત્ની બનીને જ કરશે ધરપકડ?


Monster: 'મોન્સ્ટર'માં સલમાનની પત્ની બની નયનતારા કરશે ધરપકડ?
Monster: 'મોન્સ્ટર'માં સલમાન ખાનની મુશ્કેલીઓ વધારશે નયનતારા! પત્ની બનીને જ કરશે ધરપકડ?


Monster: 'મોન્સ્ટર'માં સલમાનની પત્ની બની નયનતારા કરશે ધરપકડ?
Monster: બોલીવુડના ભાઈજાન સલમાન ખાન ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મ 'માતૃભૂમિ' બાદ હવે ફેન્સની નજર 'મોન્સ્ટર' પર રહેલી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ નયનતારા જોવા મળશે. ફિલ્મને લઈને અત્યાર સુધી અનેક અપડેટ્સ સામે આવ્યા છે. હવે નયનતારાના પાત્રને લઈને એક રસપ્રદ ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ તે ફિલ્મમાં સલમાન ખાનની પત્નીની ભૂમિકા ભજવશે, પરંતુ તેની અસલી ઓળખ એક અંડરકવર પોલીસ અધિકારીની હશે.
'મોન્સ્ટર'માં સલમાન સામે હશે નયનતારા
બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડના અહેવાલ મુજબ ફિલ્મ 'મોન્સ્ટર'માં નયનતારાનું પાત્ર ખૂબ જ દમદાર અને રસપ્રદ હશે. તે એક તરફ સલમાન ખાનની પત્ની તરીકે જોવા મળશે, તો બીજી તરફ તેને પોતાના જ પતિની ધરપકડ કરવાની જવાબદારી સોંપવામાં આવશે.
આ કારણે ફિલ્મમાં પતિ-પત્ની વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે. નયનતારાનું પાત્ર માત્ર રોમેન્ટિક કે પારિવારિક ભૂમિકા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ તેમાં એક્શન અને ઈમોશનલ ડ્રામાનો પણ સમાવેશ થશે. પરંતુ આ પાત્ર અંગે મેકર્સ તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈદ 2027 પર રિલીઝ થશે ફિલ્મ
'મોન્સ્ટર'નું નિર્દેશન સાઉથના જાણીતા ફિલ્મમેકર વામસી પૈડિપલ્લી કરી રહ્યા છે, જ્યારે ફિલ્મનું નિર્માણ દિલ રાજુ કરી રહ્યા છે. સલમાન ખાન અને નયનતારા પહેલીવાર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સાથે જોવા મળશે.
ફિલ્મને પેન-ઈન્ડિયા કોમર્શિયલ એન્ટરટેઈનર તરીકે તૈયાર કરવામાં આવી રહી છે. તેને ઈદ 2027ના અવસર પર થિયેટરમાં રિલીઝ કરવાની યોજના છે. આ ફિલ્મમાં સલમાન ખાનનો એક્શન અવતાર અને નયનતારાની દમદાર ભૂમિકા દર્શકો માટે ખાસ આકર્ષણ બની શકે છે.
'માતૃભૂમિ' બાદ સલમાનની મોટી તૈયારી
સલમાન ખાનની આગામી ફિલ્મ 'માતૃભૂમિ' 4 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મની ટક્કર શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા' સાથે થવાની ચર્ચા છે. ત્યારબાદ સલમાન 'મોન્સ્ટર' દ્વારા ફરી એકવાર મોટા પડદા પર એક્શન અવતારમાં જોવા મળશે. હવે દર્શકો એ જાણવા ઉત્સુક છે કે નયનતારા અને સલમાનની આ નવી જોડી બોક્સ ઓફિસ પર કેટલી ધૂમ મચાવે છે.
આ પણ વાંચો: Ranveer Singh: 'પદ્માવત'ના એક સીન માટે રણવીર સિંહે ખાધા હતા 24 થપ્પડ, રઝા મુરાદે સંભળાવ્યો કિસ્સો




