Ranveer Singh: 'પદ્માવત'ના એક સીન માટે રણવીર સિંહે ખાધા હતા 24 થપ્પડ, રઝા મુરાદે સંભળાવ્યો કિસ્સો


Ranveer Singh: 'પદ્માવત'માં રણવીરને પડ્યા હતા 24 થપ્પડ!
Ranveer Singh: 'પદ્માવત'ના એક સીન માટે રણવીર સિંહે ખાધા હતા 24 થપ્પડ, રઝા મુરાદે સંભળાવ્યો કિસ્સો


Ranveer Singh: 'પદ્માવત'માં રણવીરને પડ્યા હતા 24 થપ્પડ!
Ranveer Singh: બોલીવુડ એક્ટર રણવીર સિંહ આજકાલ પોતાની ફિલ્મો અને દમદાર એક્ટિંગને કારણે ચર્ચામાં છે. તેની ફિલ્મ 'ધુરંધર'એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. આ દરમિયાન દિગ્ગજ એક્ટર રઝા મુરાદએ રણવીર સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સંભળાવ્યો છે. વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'પદ્માવત'ના એક સીન માટે રણવીર સિંહને 1-2 નહીં પરંતુ 24 થપ્પડ ખાવા પડ્યા હતા. આ દરમિયાન તેનો ગાલ પણ સૂજી ગયો હતો.
એક સીન માટે રણવીરને પડ્યા હતા 24 થપ્પડ
તાજેતરમાં રઝા મુરાદે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મી કારકિર્દી અને હિન્દી સિનેમાના અનેક રસપ્રદ કિસ્સાઓ શેર કર્યા હતા. આ દરમિયાન તેમને ફિલ્મ 'પદ્માવત'નો એક સીન બતાવીને રણવીર સિંહને થપ્પડ મારવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો.
આ અંગે વાત કરતાં રઝા મુરાદે જણાવ્યું કે ફિલ્મના એક શોટને પરફેક્ટ બનાવવા માટે તેમને રણવીર સિંહને 24 વખત થપ્પડ મારવી પડી હતી. સતત થપ્પડ પડવાને કારણે રણવીરનો ગાલ પણ સૂજી ગયો હતો. આ કિસ્સો સાંભળીને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
'પદ્માવત'માં બંનેએ ભજવી હતી મહત્વની ભૂમિકા
સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'પદ્માવત' વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રઝા મુરાદે જલાલુદ્દીન ખિલજીની ભૂમિકા ભજવી હતી, જ્યારે રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીના પાત્રમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં બંને કલાકારો વચ્ચેનો આ થપ્પડવાળો સીન ખાસ ચર્ચામાં રહ્યો હતો.
રઝા મુરાદે બાળપણના સંઘર્ષને પણ યાદ કર્યો
ઈન્ટરવ્યૂ દરમિયાન રઝા મુરાદે પોતાના બાળપણના સંઘર્ષ વિશે પણ વાત કરી હતી. તેમને જણાવ્યું કે તેમનું બાળપણ મુશ્કેલીઓમાં પસાર થયું હતું અને લોકો તેમની મજાક ઉડાવતા હતા. તેમના પિતાને પણ ચિંતા રહેતી હતી કે લોકો તેમના પુત્ર વિશે શું પૂછશે.
આ ઉપરાંત તેમને હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર રાજેશ ખન્નાના સ્ટારડમને પણ યાદ કર્યું હતું. તેમને જણાવ્યું કે રાજેશ ખન્નાના સમયમાં ફિલ્મના સેટ પર હજારો યુવતીઓ તેમને જોવા માટે પહોંચી જતી હતી. તે સમયનો તેમનો ક્રેઝ અને લોકપ્રિયતા અદ્ભુત હતી.
આ પણ વાંચો: Shah Rukh Khan: શાહરુખ ખાન અને સુહાના ખાનની ફિલ્મ 'કિંગ'ના ટ્રેલરની તારીખ કન્ફર્મ! આ દિવસે થશે રિલીઝ?




