Matrubhoomi: કોણ છે અજાઈ અને ઈવાર? 'માતૃભૂમિ'માં સલમાન ખાનના દીકરાનો રોલ કરી રહ્યા છે ટીવીના ફેમસ કપલના પુત્રો

Matrubhoomi: સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ'માં અજાઈ અને ઈવાર તેના દીકરાની ભૂમિકા ભજવી રહ્યા છે. બંને જાણીતા ટીવી કપલ શબ્બીર અહલુવાલિયા અને કાંચી કૌલના પુત્રો છે.
Nancy Shukal
Nancy Shukal
Matrubhoomi: માતૃભૂમિમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ અજાઈ અને ઈવાર કોણ છે?Matrubhoomi: માતૃભૂમિમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ અજાઈ અને ઈવાર કોણ છે?

Matrubhoomi: માતૃભૂમિમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ અજાઈ અને ઈવાર કોણ છે?

Matrubhoomi: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી વોર ડ્રામા ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ' ચર્ચામાં છે. 6 નવેમ્બર, 2026ના રોજ મુંબઈમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી હતી. સલમાન ખાન સાથે એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ અને ફિલ્મના ડાયરેક્ટર અપૂર્વ લાખિયા પણ હાજર રહ્યા હતા. પરંતુ આ ઈવેન્ટમાં બે બાળ કલાકારોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ બંને કલાકારો ફિલ્મમાં સલમાન ખાનના દીકરાની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના નામ અજાઈ અને ઈવાર છે.

કોણ છે અજાઈ અને ઈવાર?

ફિલ્મમાં સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ પતિ-પત્નીની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે તેમના 2 દીકરાની ભૂમિકા અજાઈ અહલુવાલિયા અને ઈવાર અહલુવાલિયા ભજવી રહ્યા છે. આ બંને બાળકો ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર કપલ શબ્બીર અહલુવાલિયા અને કાંચી કૌલના પુત્રો છે.

શુક્રવારે મુંબઈના બાંદ્રામાં યોજાયેલા ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં બંને બાળ કલાકારો પણ હાજર રહ્યા હતા. સલમાન ખાને તેમને સ્ટેજ પર બોલાવીને તેમની સાથે તસવીરો પડાવી હતી. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બંને બાળકો ચર્ચામાં આવ્યા છે.

View post on Instagram

સોશિયલ મીડિયા પર થઈ રહી છે પ્રશંસા

અજાઈ અને ઈવારની તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેમની સુંદરતા અને સ્ટાઈલનાં વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે બંનેને ફ્યુચર ફૂટબોલ પ્લેયર્સ તો કેટલાકે ભવિષ્યના બોલીવુડ સ્ટાર્સ ગણાવ્યા છે. ઘણા લોકો બંને બાળકો શબ્બીર અને કાંચીના પુત્રો છે તે જાણીને આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે.

4 ડિસેમ્બરે રિલીઝ થશે 'માતૃભૂમિ'

સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ સિવાય ફિલ્મમાં અંકુર ભાટિયા, મુકેશ ઋષિ, તેનઝિન બોધ, અભિલાષ ચૌધરી, વિપિન ભારદ્વાજ, જેન શો અને હીરા સોહેલ સહિતના કલાકારો જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયાએ કર્યું છે અને સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ તેનું નિર્માણ થયું છે.

અગાઉ આ ફિલ્મ 17 એપ્રિલ, 2026ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ અનેક વખત મુલતવી રહ્યા બાદ હવે તે 4 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: Ramayana: 'રામાયણ'એ 48 કલાકમાં 221 કરોડની કમાણી કરી, 'પઠાણ' અને 'પુષ્પા 2'ની ખાસ ક્લબમાં મેળવી જગ્યા