Kareena Kapoor: 16 વર્ષ બાદ ‘કોફી વિથ કરણ’માં સૈફ-કરીનાનું રિયુનિયન, છેલ્લી સિઝનમાં જોવા મળશે કપલનો બેબાક અંદાજ

Kareena Kapoor: ‘કોફી વિથ કરણ 9’ના ચોથા એપિસોડમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન સાથે જોવા મળશે. ટીઝરમાં કરણ જોહર સાથેની મજેદાર નોકઝોક ચર્ચામાં છે.
Nancy Shukla
Kareena Kapoor: સૈફ-કરીનાનું આ શોમાં રિયુનિયનKareena Kapoor: સૈફ-કરીનાનું આ શોમાં રિયુનિયન

Kareena Kapoor: સૈફ-કરીનાનું આ શોમાં રિયુનિયન

Kareena Kapoor: બોલીવુડના પોપ્યુલર ટોક શો ‘કોફી વિથ કરણ’ની નવમી સિઝન દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોના ચોથા એપિસોડનું ટીઝર સામે આવ્યું છે, જેમાં બોલીવુડનું પોપ્યુલર કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન સાથે જોવા મળશે. 16 વર્ષ બાદ આ જોડી ફરી એકવાર કરણ જોહરના આઈકોનિક કોફી કાઉચ પર બેસીને મજાક-મસ્તી અને બેબાક અંદાજમાં વાતચીત કરતી જોવા મળશે.

2010 બાદ પહેલીવાર સાથે જોવા મળશે સૈફ-કરીના

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન આ પહેલાં વર્ષ 2010માં ‘કોફી વિથ કરણ’ની ત્રીજી સિઝનમાં સાથે જોવા મળ્યાં હતાં. તે સમયે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે 16 વર્ષ બાદ તેઓ પરિણીત કપલ તરીકે પહેલીવાર આ શોમાં સાથે હાજરી આપશે.

ટીઝરની શરૂઆતમાં કરણ જોહર બંનેનું સ્વાગત કરતા જોવા મળે છે. ત્યારબાદ વાતચીતમાં મજાક અને મસ્તી શરૂ થાય છે. કરીના મજાકમાં કહેતી જોવા મળે છે કે આ શોની છેલ્લી સિઝન હોવાથી હવે તેમને ફરીથી આ કોચ પર આવવાની ચિંતા રહેશે નહીં. તેના જવાબમાં કરણ પણ ફની અંદાજમાં તેને થોડી સંવેદનશીલતા દાખવવા બદલ આભાર માને છે.

View post on Instagram

સૈફના એક જવાબથી કરણ જોહર નિઃશબ્દ

ટીઝરમાં કરણ જોહર સૈફ અને કરીનાને અનેક રસપ્રદ સવાલો પૂછતા જોવા મળે છે. કરણ જ્યારે સૈફને પૂછે છે કે હાલમાં બોલીવુડની નંબર-1 એક્ટ્રેસ કોણ છે, ત્યારે સૈફ એક પણ ક્ષણ વિલંબ કર્યા વિના પોતાની પત્ની કરીના તરફ ઈશારો કરે છે.

બીજી તરફ કરીનાને પૂછવામાં આવે છે કે શું બોલીવુડનો કોઈ નેપો બેબી ગ્લોબલ લેવલે મેઈન સ્ટ્રીમમાં સ્થાન મેળવી શકે છે? આ સવાલના જવાબમાં સૈફ મજાકિયા અંદાજમાં તેનો શ્રેય કરણ જોહરને આપે છે. સૈફના આ જવાબથી કરણ પણ થોડી ક્ષણ માટે નિઃશબ્દ થઈ જાય છે. ટીઝરનો આ ભાગ ખાસ ચર્ચામાં છે.

નવમી સિઝનમાં અત્યાર સુધી કોણે આપી હાજરી?

‘કોફી વિથ કરણ’ની નવમી સિઝનની શરૂઆતથી જ અનેક જાણીતા કલાકારો જોવા મળ્યા છે. પ્રથમ એપિસોડમાં સલમાન ખાન મહેમાન તરીકે આવ્યો હતો. બીજા એપિસોડમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની જોડી જોવા મળી હતી, જ્યારે ત્રીજા એપિસોડમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂરે હાજરી આપી હતી. હવે ચોથા એપિસોડમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની હાજરી શોને વધુ રસપ્રદ બનાવશે. ટીઝર પરથી અંદાજ લગાવી શકાય છે કે આ એપિસોડમાં બંને કલાકારોની મજાક-મસ્તી અને કરણ સાથેની હળવી નોકઝોક દર્શકોનું ધ્યાન ખેંચશે.

આ પણ વાંચો: Anuj Thakur: 33 વર્ષની ઉંમરે ટીવી એક્ટર અનુજ ઠાકુરનું નિધન, મિત્ર રૂપેશ સોનારે કરી પુષ્ટિ