Aryan Khan: શાહરુખ ખાન સાથે સરખામણી થવા પર આર્યન ખાને તોડ્યું મૌન, કહ્યું- 'આ મારા માટે પ્રશંસાની વાત'

Aryan Khan: આર્યન ખાને શાહરુખ ખાન સાથે થતી સરખામણીને પ્રશંસા ગણાવી છે. TIME100 Next India લિસ્ટમાં સ્થાન મળ્યા બાદ તેને ફિલ્મમેકિંગ અંગે પણ વાત કરી.
Nancy Shukal
Nancy Shukal
Aryan Khan: શાહરુખ સાથે સરખામણી પર આર્યન ખાનની પ્રતિક્રિયાAryan Khan: શાહરુખ સાથે સરખામણી પર આર્યન ખાનની પ્રતિક્રિયા

Aryan Khan: શાહરુખ સાથે સરખામણી પર આર્યન ખાનની પ્રતિક્રિયા

Aryan Khan: બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન છેલ્લા અનેક દાયકાઓથી હિન્દી સિનેમા પર રાજ કરી રહ્યા છે. હવે તેમનાં સંતાનો આર્યન ખાન અને સુહાના ખાન પણ મનોરંજન જગતમાં પોતાની ઓળખ બનાવી રહ્યાં છે. પરંતુ બંનેએ કરિયર માટે અલગ-અલગ રસ્તા પસંદ કર્યા છે.

સુહાનાએ અભિનય ક્ષેત્રે પગ મૂક્યો છે, જ્યારે આર્યન ખાને કેમેરા પાછળ રહીને ફિલ્મમેકિંગમાં રસ દાખવ્યો છે. હવે આર્યન ખાને પિતા શાહરુખ ખાન સાથે થતી પોતાની સરખામણી અંગે પ્રતિક્રિયા આપી છે.

શાહરુખ ખાન સાથે સરખામણી પર શું બોલ્યો આર્યન?

આર્યન ખાનનો ફેસ ઘણી હદ સુધી પિતા શાહરુખ ખાન સાથે મળતો આવે છે. એટલું જ નહીં, બંનેની ફની અંદાજની ઝલક પણ જોવા મળે છે. તાજેતરમાં આર્યન ખાનને ટાઈમ મેગેઝિનની પ્રથમ TIME100 Next India લિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી રહેલી ઉભરતી પ્રતિભાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે મેગેઝિન સાથેની વાતચીત દરમિયાન આર્યનને પિતા શાહરુખ ખાન સાથે થતી સરખામણી વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં તેને કહ્યું હતું કે, દરેક વ્યક્તિની તેની સાથે સરખામણી કરવામાં આવી છે. જો હું પણ તે લોકોમાં સામેલ છું તો તેમાં કોઈ વાંધો નથી. દેશના નંબર વન વ્યક્તિ સાથે સરખામણી થવી મારા માટે પ્રશંસાની વાત છે. તેઓ ખરેખર અદ્ભુત વ્યક્તિ છે.

ફિલ્મમેકિંગને લઈને આર્યને શું કહ્યું?

આર્યન ખાને વર્ષ 2025માં નેટફ્લિક્સની વેબ સિરીઝ દ્વારા દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ સિરીઝને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ઈન્ટરવ્યૂમાં આર્યને પોતાની ફિલ્મમેકિંગની પ્રક્રિયા વિશે પણ વાત કરી હતી. તેને જણાવ્યું કે કોઈ એક વિચારને શરૂઆતથી લઈને પડદા પર સાકાર કરવા સુધીની સફર તેને ખૂબ પસંદ છે.

શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ'

વર્કફ્રન્ટની વાત કરીએ તો આર્યન ખાને હજુ સુધી પોતાના આગામી દિગ્દર્શન પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. બીજી તરફ, શાહરુખ ખાન પોતાની આગામી ફિલ્મ કિંગ (King)ને લઈને ચર્ચામાં છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં સુહાના ખાન, દીપિકા પાદુકોણ, જયદીપ અહલાવત, અભિષેક બચ્ચન અને અભય વર્મા સહિતના કલાકારો જોવા મળશે. આ એક્શન એન્ટરટેઈનર ફિલ્મ 24 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: Avinash Mishra: ઈશા સિંહ સાથે બ્રેકઅપની ચર્ચાને લઈને અવિનાશ મિશ્રાએ તોડ્યું મૌન, કહ્યું- 'સંબંધો જાહેર મનોરંજન માટે નથી...'